ગુજરાત પોલીસનો સપાટો/ જેલમાં ગંજેરીઓની ભરમાર, વિવિધ જેલોમાંથી કેફી પર્દાર્થો મળી આવ્યા

શુક્રવારે રાત્રે રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

Ahmedabad Gujarat
જેલમાં

ગઈકાલે (શુક્રવારે) મોડી રાત્રે ગુજરાતની 17 જેલમા એકી સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઘણી જેલોમાંથી ગાંજો, તમાકુ, મોબાઈલ ફોન વગેરે મળી આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે આ કાર્યવાહી પર નજર રાખી રહેલા છે. આપને જણાવી દઈએ કે, સાબરમતી જેલમાંથી ગાંજો મળી આવ્યો છે. જેલમાં દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ગાંજો મળ્યો છે. ગાંજાના લગભગ 14 જેટલા પેકેટ મળી આવ્યા છે. આ દરમિયાન નવી તરકીબનો પણ ખુલાસો થયો છે. સાથે જ જેલકર્મીઓ કેદીઓને મોબાઈલ આપતા હોવાનું પણ સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.

જો સુરતની વાત કરીએ તો લાજપોર જેલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેદીઓએ જેલમાં તોડફોડ કરી હોવાની માહિતી મળી રહી છે. રાત્રે શરૂ થયેલ સર્ચ ઓપરેશનની કાર્યવાહી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. જેલમાંથી મોબાઈલ ફોન,ગાંજા અને ચરસની પડીકીઓ મળી આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની DGP ઓફિસમાં મળેલી બેઠક બાદ રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, જુનાગઢ, જામનગર, પોરબંદર સહિતની જેલોમાં ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જેલમાં પહોંચ્યો હતો અને દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Untitled 72 5 જેલમાં ગંજેરીઓની ભરમાર, વિવિધ જેલોમાંથી કેફી પર્દાર્થો મળી આવ્યા

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી હતી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરતમાં પહેલા માળેથી બાળક પટકાતા મોત, પરિવારમાં ગમગીની

આ પણ વાંચો:ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત, મોરબીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:જંગલના સાવજ પાછળ પડ્યા કૂતરાઓ, જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા

આ પણ વાંચો:કર્ણાટકમાં ચૂંટણીઃ હવે કર્ણાટકમાં ફરશે દાદાનું ‘બુલડોઝર’