સોશિયલ મીડિયા પર અવારનવાર સિંહના વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ખાસ કરીને ગુજરાતના ગીર પંથકના વીડિયો વધારે વાયરલ થતા હોય છે. ત્યારે આવામાં ફરી એકવાર સિંહ અને કુતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કૂરતાઓ સિંહની પાછળ ભસતા અને દોડતા સિંહ દોટ મૂકતો દેખાય છે. સિંહ આગળ અને કૂતરાઓ પાછળ, ત્યારે સામે ગાયોનું ટોળું દેખાતાં વનરાજાએ પોતાની દિશા બદલી નાખી હતી. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામનું હોવાનું મનાય છે.
આ પહેલા પણ સિંહનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સિંહ સાથે રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં સિંહ સાથે રીલ બનાવતો વિડીયો વાયરલ થતા, વન વિભાગે યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન પણ કર્યા હતા.
આ પણ વાંચો:ખેરાલુમાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત
આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા
આ પણ વાંચો:કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક
આ પણ વાંચો:કેશોદમાં ફિનાઈલ પીને 3 શ્રમિકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કહ્યું – અમારી જોડે ખોટી ખંડણી કરાય છે
આ પણ વાંચો:હવે આ ખાસ સુવિધા પર તૈયાર થશે શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ અને જમવાનું
