Surat News : સુરત શહેરમાં એક પરણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બે વર્ષ પહેલા જ તેણે પ્રેમલગ્ન કર્યા હતા. આમ લગ્નના બે વર્ષમાં જ પરિણીતાએ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બીજીતરફ પરિણીતાને આપઘાત કરવા મજબુર કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
જેમાં પરિણીતાના વકીલ પતિ અને તેના પરિવારજનો પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે. પરિણીતાએ ગળાફાંસો ખઈ લઈને આત્મહત્યા કરી હતી. સાસરીયાઓના જાતિ ભેદભાવના ત્રાસથી તેણે આ પગલું ભર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આપઘાતની આ ઘટના સોસીયો સર્કલ અંબાનગરમાં બન્યો હતો. જેમાં 21 વર્ષની રીના નામની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ખટોદરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:વડોદરામાં સાયબર ગઠિયાઓએ મહિલાને 6 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ પડાવ્યાં
આ પણ વાંચો:વડોદરામાં બંધૂકનાં નાળચે લૂંટ, સોનાનાં દાગીનાં સાથે મોબાઇલ પણ લેતા ગયા લૂંટારૂ
આ પણ વાંચો:યમનના હુથીઓએ સંયુક્ત રાષ્ટ્રને સીધો પડકાર ફેંક્યો, યુએનના 9 કર્મચારીઓને બંધક બનાવ્યા

