- આપનાં કમલમ વિરોધ પ્રદર્શન ઘેરાવનો મામલો
- આપની 28 મહિલા કાર્યકરોને અપાયા શરતી જામીન
- આપ નેતાઓનાં જામીનની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ
- ઇસુદાન,ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકરોની જામીન અરજી દાખલ
- આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે
રાજ્યમાં પેપર લીક મુદ્દે હાલમાં પણ રાજકીય પાર્ટીઓ પોતાનો વિરોધ નોંધાવી રહી છે. ત્યારે આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા કમલમ ખાતે AAP કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલી મારામારી બાદ AAP નાં 28 મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય ઘણા AAP નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. હવે મળી રહેલી માહિતી અનુસાર, AAP નાં 28 મહિલા કાર્યકરોને આ મામલે કોર્ટ તરફથી જામીન મળી ગયા છે.
આ પણ વાંચો – ઉજવણી પર રોક / રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર લાગી શકે છે રોક! ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત
આપને જણાવી દઇએ કે, AAP કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પેપર લીક મુદ્દે કમલમનો ઘેરાવો કર્યો હતો, અને આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમ્યાન કમલમમાં સ્થિતિ ખરાબ થઇ હતી અને પોલીસ અને AAP કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. જેના ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમા AAP નાં ઘણા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા સ્થળ પરથી ખસેડવામાં આવતા જોવામાં આવ્યા. વળી ઘણા લોકો આ દરમ્યાન ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ સમગ્ર મામલે AAP નાં 28 મહિલા કાર્યકર્તાઓ સહિત નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. જો કે આજે આ 28 મહિલા કાર્યકર્તાઓનાં શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ પહેલા AAP નેતાઓનાં જામીનની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામા આવી હતી. જેમા ઈસુદાન ગઢવી. ગોપાલ ઈટાલિયા સહિત ઘણા કાર્યકર્તાઓની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, 28 મહિલા કાર્યકર્તાઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. વળી અન્ય નેતાઓની જામીન અરજીને લઇને આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
