મનપા એક્શન/ અકસ્માતોની ઘટના અટકાવવા સુરત મનપા એક્શનમાં 3 મહિનામાં 1800 કરતાં વધુ પશુઓ પકડ્યા, 25 લાખ કરતા વધુનો દંડ વસુલાયો

છેલ્લા 3 મહિનાઓમાં રસ્તાઓ પરથી 1802 જેટલા પશુઓને પકડવામાં આવ્યા છે. તેમાંથી 675 પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની ઘટના અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા છેલ્લા 3 મહિનાઓમાં રસ્તાઓ પરથી 1802 જેટલા પશુઓને પકડવામાં આવ્યા છે. તેમાંથી 675 પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. તો 3નમહિનામાં પશુપાલકો પાસેથી 25 લાખ 81 હજાર કરતાં વધુ વસૂલાત પણ કરવામાં આવી છે.

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો ઘણી વખત રખડતા ઢોરના કારણે પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે અથવા તો રસ્તા પર રખડતા પશુઓના કારણે અકસ્માતોની ઘટના પણ સામે આવતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા રસ્તા પર રખડતા પશુઓને લઈને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગની 19 જેટલી ટીમો દ્વારા સુરતના અલગ અલગ 9 ઝોન વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે.

માર્કેટ વિભાગ દ્વારા થયેલી ત્રણ મહિનામાં કરવામાં આવેલી કામગીરીની વાત કરવામાં આવે તો મે મહિનામાં 707 પશુઓ પકડવામાં આવ્યા હતા અને 499 પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત જૂન મહિનામાં 549 રખડતા પશુઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી 153ને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. જુલાઈ મહિનામાં 546 રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા અને તેમાંથી 23 પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા.

આ ઉપરાંત રખડતા પશુઓના માલિકો પાસેથી છેલ્લા ત્રણ મહિનામાં 25,81, 245 રૂપિયાના દંડની પણ વસૂલાત સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો 2023-24 માં માર્કેટ વિભાગ દ્વારા 93 જેટલા પોલીસ કેસ પણ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે જ્યારે માર્કેટ વિભાગની ટીમો દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ઘણી વખત આ કર્મચારીઓ પર પશુપાલકો દ્વારા હુમલો કરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.

જ્યારે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના કર્મચારીઓ દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવામાં આવે છે ત્યારે પશુના માલિકો પોતાના ઢોરને છોડાવવાનો પ્રયાસ કરે છે. જેના કારણે ઘર્ષણ પણ થતું હોય છે અને આવી ઘણી ઘટનાઓમાં સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગની ટીમના કર્મચારીઓને ઈજા થવાની ઘટનાઓ પણ સામે આવી છે. તો બીજી તરફ પશુઓને RFID લગાવવાની કામગીરી પણ સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા મહદંશે છે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જો ટેગ લગાવેલું કોઈ પશુ બીજી વખત પકડાઈ તો પશુપાલક પાસેથી બમણો દંડ વસુલાય છે. જો આ ટેગ લગાવેલું પશુ ત્રીજી વખત પકડાય તો પશુપાલક પાસેથી ત્રણ ગણો દંડ પણ વસૂલવામાં આવતો હોય છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ