નુકસાન/ ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે  બેઠક યોજવામાં આવી હતી,  અને આ બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપી સારી રીતે લોકો મહોત્સવ ઉજવણી કરી શકે તે માટે આયોજન કરવા સૂચન કર્યું હતું.

Gujarat Rajkot
Untitled 38 5 ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સાર્વજનીક પંડાલોમાં ગણેશજીની મૂતિ કેટલી ઉંચાઇની સ્થાપી શકાય તે અંગે જાહેરનામુ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા પ્રસિઘ્ધ કરાયેલા જાહેરનામામાં ગણેશ મહોત્સવમાં વધુમાં વધુ નવ ફુટની ઉંચાઇની મૂર્તિ સ્થાપી શકાશે જયારે પીઓપીની મૂર્તિ બનાવવા કે વહેંચવા સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે  બેઠક યોજવામાં આવી હતી,  અને આ બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપી સારી રીતે લોકો મહોત્સવ ઉજવણી કરી શકે તે માટે આયોજન કરવા સૂચન કર્યું હતું. આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ગણેશ મહોત્સવને લઇ જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં સાર્વજનીક ગણેશ મહોત્સવના પંડાલમાં દુંદાળા દેવની 9 ફુટથી ઉંચી મૂર્તિ રાખી શકાશે નહીં. તદઉપરાંત પીઓપી મૂર્તિ બનાવવા તેમજ વહેચાણ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી જે અંગે પણ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ગણેશ મહોત્સવને લઈને અલગ અલગ 9 જેટલા મુદ્દાઓ આવરી લઇ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે જાહેરનામાનો અમલ તારીખ 4 ઓગસ્ટ થી 29 સપ્ટેમ્બર 2023 સુધી લાગુ રહેશે જે લોકો નહિ કરે તેની સામે પોલીસ દ્વારા આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મોટા 10 થી 15 જેટલા આયોજનો સહીત સોસાયટી અને ઓફિસોમાં મળી નાના મોટા કુલ 1500 થી વધુ ગણેશ મહોત્સવના આયોજન થાય છે.

હાલ ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કારીગરોએ પણ અવનવી બાપાની ડિઝાઇન સાથે મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આયોજકો પણ બુકીંગ સાથે આયોજનની તૈયારીમાં જોડાઇ ગયા છે.

આ પણ વાંચો:વાહન ચાલકોના ટાયરની હવા કાઢવા જતા કોર્પોરેશનની હવા નીકળી ગઈ

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવ 40થી 50 ટકા વધ્યો