પાલનપુર/ પાલિકા-પંચાયતની આંટી ઘૂંટીમાં ફસાયા રહીશો, બંધ કરાઇ પ્રાથમિક સુવિધાઓ

પાલનપુર નગરપાલિકા અને લાલાવાડા ગ્રામ પંચાયતની આંટી ઘૂંટીમાં પાલનપુરની તુલસી વિલા સોસાયટીના રહીશો ફસાયા છે સ્ટ્રીટ લાઈટ પાણી કનેક્શન અને સફાઈ ની સેવાઓ બંધ કરી દીધી છે

Gujarat Others Trending
YouTube Thumbnail 2024 03 14T194750.376 પાલિકા-પંચાયતની આંટી ઘૂંટીમાં ફસાયા રહીશો, બંધ કરાઇ પ્રાથમિક સુવિધાઓ

@રમેશ પટેલ 

Palanpur News : પાલનપુર નગરપાલિકા અને લાલાવાડા ગ્રામ પંચાયતની આંટી ઘૂંટીમાં પાલનપુરની તુલસી વિલા સોસાયટીના રહીશો ફસાયા છે સ્ટ્રીટ લાઈટ પાણી કનેક્શન અને સફાઈ ની સેવાઓ બંધ કરી દીધી છે તુલસી વિલા સોસાયટીની સર્વે નંબર લાલાવાડા ગ્રામ પંચાયતમાં આવે છે એટલે તુલસી વિલાના રહીશો વેરો ગ્રામ પંચાયતમાં ભરે છે પરંતુ સુવિધાઓ નગરપાલિકાની લે છે એટલે નગરપાલિકાએ વેરો ન ભરવાને કારણે અત્યારે તો આ સોસાયટીના રહીશોને સુવિધાઓથી વંચિત કરી દીધા છે.

પાલનપુરમાં બનાસ ડેરી રોડ પર આવેલી તુલસી વિલા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે આ રહીશોને લાલાવાડા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે તો બીજી તરફ નગરપાલિકાએ પણ ટેક્સની વસુલાત માટે નોટિસ આપી સેવાઓ બંધ કરી દીધી છે ગ્રામ પંચાયત વેરો લેશે પરંતુ સુવિધાઓ આપતી નથી ત્યારે પાલનપુર નગરપાલિકાએ 6 લાખ વેરો બાકી હોવાના મુદ્દે પાણી લાઈટ અને સફાઈની સેવાઓ બંધ કરી દેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે 58 મકાનની આપવામાં આવતી સેવાઓ છેલ્લા ત્રણ દિવસથી પાલનપુર નગરપાલિકાએ પાણી લાઈટ અને સફાઈની સુવિધા બંધ કરી દીધી છે એક તરફ લાલાવાડા ગ્રામ પંચાયત વેરાની માગણી કરી રહી છે.

તો બીજી તરફ પાલિકા વેરા ની માગણી કરી રહી છે ત્યારે તુલસીના રહીશોનું કહેવું છે કે લાઈટ પાણી અને સફાઈ નો વેરો પાલિકાને આપી દઈએ પરંતુ મકાનનો વેરો લાલાવાડા ગ્રામ પંચાયતને આપવો જ પડે પરંતુ હવે પાલિકા પણ મકાનનો વેરો માગી રહી છે જેનાથી હવે સોસાયટીના રહીશો અવઢવ મા મુકાયા છે અને સેવાથી વંચિત થયા છે

તુલસી વિલા સોસાયટી નો 6 લાખ જેટલો વેરો બાકી હોવાથી પાલનપુર નગરપાલિકાએ નોટિસ આપી હતી અને આ નોટિસ ની અવગણના કર્યા બાદ અને વેરો ન ભર્યા બાદ પાલનપુર નગરપાલિકાએ સફાઈ પાણી અને સ્ટ્રીટ લાઈટની સુવિધા બંધ કરી દીધી છે હવે જુઓ તુલસી વિલાસ સોસાયટીના રહીશું વેરાની રકમ ચૂકવશે તો સુવિધા ચાલુ થશે ત્યારે પાલનપુરમાં પણ અનેક બાકીદારોના વેરા બાકી છે ત્યારે પાલનપુર પાલિકાને નગરજનો પાસેથી સાત કરોડ જેટલો વેરો વસૂલવાનો છે જેથી પાલિકાએ કડક કાર્યવાહી ચાલુ કરી છે

પાલનપુર તાલુકાના લાલાવાડા ગ્રામ પંચાયતના સરપંચ નું માનવું છે કે તુલસી વિલા સોસાયટી નો સર્વે નંબર લાલાવાડા ગ્રામ પંચાયતની હદમાં આવે છે ને જે તે સમયે આ કારણે પણ લાલાવાડા ગ્રામ પંચાયતમાં થઈ છે જેથી તુલસીના રહીશોને વેરો લાલાવડા ગ્રામ પંચાયતને ચૂકવવું પડે સવાલ એ થાય છે કે તુલસી વિલાનો સર્વે નંબર લાલાવાડામાં હતો તો પાલનપુર નગરપાલિકાએ પહેલા પાણી લાઈટ અને સફાઈની સુવિધાઓ કેવી રીતે આપી કયા પ્રકારની મંજૂરીથી આપી હવે આ સેવાઓ પાછી ખેંચી લેતા સોસાયટીના રહીશો અટવાયા છે ત્યારે જોવું એ રહ્યું કે ગ્રામ પંચાયત અને પાલિકાની આંટી ઘૂંટીમાં રહીશોને સેવા મળે છે કે કેમ તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…

આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો