દુષ્કર્મ/ બોટાદમાં સગીર યુવતી પર દુષ્કર્મની ઘટના, આરોપી પોલીસના સંકજામાં, પોક્સો હેઠળ કાર્યવાહી

બોટાદમાં સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે સઘન તપાસ હાથ ધરીને કિશોર કણજરીયા નામના આરોપીને દબોચી લીધો છે.

Top Stories Gujarat
3 8 બોટાદમાં સગીર યુવતી પર દુષ્કર્મની ઘટના, આરોપી પોલીસના સંકજામાં, પોક્સો હેઠળ કાર્યવાહી
  • બોટાદમાં રહેતી સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ
  • આરોપી કિશોર કણઝરીયા દ્વારા યુવતી સાથે દુષ્કર્મ
  • અન્ય બે પાયલબેન તેમજ બળદેવભાઈ સામે મદદગારી ફરિયાદ
  • પોલીસે કુલ ત્રણ લોકો સામે નોંધી ફરિયાદ
  • આરોપી દ્વારા યુવતીના આગાઉથી સંપર્કમાં હતો
  • આરોપી વીડિયો બનાવાની આપતા હતા ધમકી
  • બોટાદ પોલીસમાં પોકસોની કલમ હેઠળ નોંધ્યો ગુન્હો
  • પોલીસે આરોપી કિશોર કણજરીયાની કરી ધરપકડ

બોટાદમાં સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે સઘન તપાસ હાથ ધરીને કિશોર કણજરીયા નામના આરોપીને દબોચી લીધો છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં બળદેવભાઇ અને પાયલબેનને મદદ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પહેલાથી જ યુવતીના સંપર્કમાં હતો, તેનો વીડિયો બનાવી દેવાની ધમકી આપતો હતો. બોટાદ પોલીસે પોક્સો કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.