Gujarat/ ઉત્તરાયણ પર્વ મુદ્દે DY.CM નીતિન પટેલનું મોટું નિવેદન, એક ધાબા પર માત્ર આટલા લોકો…

એક પરિવારનાં સભ્યો ધાબા પર પતંગ ઉડાવી શકશે, બહારના સભ્યોને ધાબા ઉપર મંજુરી નહિ મળે. વધુમાં એક ધાબા ઉપર 50 લોકોને ભેગા થવા માટે મંજુરી આપવામાં આવશે. 50 થી વધુ લોકોને મંજુરી મળશે નહિ.

Top Stories Gujarat
tukkal 7 ઉત્તરાયણ પર્વ મુદ્દે DY.CM નીતિન પટેલનું મોટું નિવેદન, એક ધાબા પર માત્ર આટલા લોકો...

કોરોનાએ આ વર્ષે તમામ તહેવારોની મજા બગડી છે. ત્યારે હવે ઉતરાયણનો વારો  છે. ઉતરાયણ નિમિત્તે રાજ્યના નબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ  જણાવ્યું છે કે, ટૂંક સમયમાં કોર કમિટી નિર્ણય કરી ઉતરાયણની  ગાઇડલાઇન જાહેર કરશે.

વધુમાં તેને જણાવ્યું હતું કે, એક પરિવારનાં સભ્યો ધાબા પર પતંગ ઉડાવી શકશે, બહારના સભ્યોને ધાબા ઉપર મંજુરી નહિ મળે. વધુમાં એક ધાબા ઉપર 50 લોકોને ભેગા થવા માટે મંજુરી આપવામાં આવશે. 50 થી વધુ લોકોને મંજુરી મળશે નહિ.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે તમામ જાહેર પતંગ ઉત્સવ રદ્દ કર્યો. ગુજરાતની ઓળખ બની ચૂકેલ આંતર્રાષ્ટ્રીય  પતંગ ઉત્સવ રદ્દ કર્યા છે. રાજ્યમાં વ્યાપેલા કોરોનાના કહેરને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. આ અરજી અંગે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ?

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…