Airstrike/ પાકિસ્તાનની એરસ્ટ્રાઈક :  ઇરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો, પાકિસ્તાની મીડિયાનો દાવો

પાકિસ્તાને ઇરાન પર હુમલો કર્યો. પાકિસ્તાને કરેલ એરસ્ટ્રાઈકને લઈને પાકિસ્તાની મીડિયા દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે.

Top Stories World

પાકિસ્તાને ઇરાન પર હુમલો કર્યો. પાકિસ્તાને કરેલ એરસ્ટ્રાઈકને લઈને પાકિસ્તાની મીડિયા દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. ઇરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અયદના કેમ્પ પર મિસાઈલથી હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાથી નારાજ થયેલ પાકિસ્તાને આજે ઇરાન પર એરસ્ટ્રાઈક કરી. પાકિસ્તાની મીડિયા કહી રહ્યું છે કે ઇરાનમાં આતંકવાદીઓના અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે.

ઇરાને કરેલ એરસ્ટ્રાઈકની પાકિસ્તાને નિંદા કરતા વિદેશમંત્રી સમક્ષ નારાજગી વ્યક્ત કરતા એરસ્પેસનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. પાકિસ્તાની મીડિયા ઇરાન પર એરસ્ટ્રાઈકનો દાવો કરી રહ્યું છે. જો કે આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. આ હુમલાને લઈને ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

પાકિસ્તાનનો ઇરાન પર આરોપ

પાકિસ્તાની મીડિયા અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (BLF) જેવા બલૂચ અલગતાવાદી આતંકવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ કરે છે. આથી પાકિસ્તાને આતંકી ગતિવિધિઓ રોકવા ઈરાનમાં BLA આતંકવાદી ઠેકાણાઓ પણ હુમલો કર્યો. પાકિસ્તાને ઇરાન પર આતંકી સંગઠનોને આશ્રય આપી મદદ કરવાને લઈને આરોપ મૂકયા છે. જો કે ઈરાને હંમેશા આવા દાવાઓને નકાર્યા છે.

Pakistan strikes alleged Baloch separatist hideouts in Iran | World News - Hindustan Times

એક પ્રદેશને લઈને બે દેશ વચ્ચે વિવાદ

બલૂચિસ્તાન એવો પ્રદેશ છે જેની સરહદ અન્ય દેશો સાથે જોડાયેલી છે. ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમમાં ઈરાન સાથે બલૂચિસ્તાનની સરહદ જોડાયેલી છે. બલૂચિસ્તાન અને  પાકિસ્તાન વચ્ચે પણ વિવાદ ચાલે છે. બલૂચિસ્તાન પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગણી કરતું રહ્યું છે. બલૂચિસ્તાન ખનિજ સંસાધનોથી સમૃદ્ધ પ્રાંત હોવાથી તેની સ્વતંત્રતા પાકિસ્તાન માટે નુકસાનકારક છે. અગાઉ પાકિસ્તાન અંહીના ખનીજ સંસાધનોનો ઉપયોગ કરતું હતું બાદમાં ચીન સાથે મિત્રતા થતા સંસાધનના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. બલૂચમાં ચીનનો પ્રવેશ થતા ત્યાંના સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. અને આ જ કારણ છે કે બલૂચ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. આ વિરોધને કારણે BLA અને BLF જેવા સંગઠનો પાકિસ્તાની સૈન્ય દળો અને ચીની સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે.

ઈરાન સતત ચેતવણી આપી રહ્યું છે કે જૈશ-ઉલ-અદલ આતંકવાદી જૂથ તેના સુરક્ષા દળો પર હુમલો કરવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યું છે અને બલૂચિસ્તાનના સરહદી શહેર પંજગુરમાં તેનો અડ્ડો છે. પાકિસ્તાને કહ્યું કે, ‘ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી પાસે પહેલેથી જ આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાલમાં  ઇરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતા હવાઈ હુમલો કર્યો. પાકિસ્તાને હુમલાની સખત નિંદા કરતા ઈરાનના આ કૃત્યને ‘તેના એરસ્પેસનું બિનઉશ્કેરણીજનક ઉલ્લંઘન’ હોવાનું ગણાવ્યું. આ પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન દ્વારા ઈરાનના એક સૈન્ય અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ Drugs Apprehend/ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડાયું 50 કિલો કેટામાઈન