Gujarat Weather/ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના

ગરમી ત્રણ દિવસ સુધી યથાવત્ રહેશે……..

Top Stories Gujarat
Image 47 2 ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના

Gujarat Weather News: ગુજરાતમાં આજે પણ અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના છે. રાજ્યમાં ત્રણ દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધવા લાગ્યું છે. ગુજરાતીઓએ આજે આકરોતાપ સહન કરવાનો વારો આવશે. ગરમી ત્રણ દિવસ સુધી યથાવત્ રહેશે.

અમદાવાદમાં આજે 40.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 મે સુધી તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. ગઈકાલે રાત્રે 27.9 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

અમરેલી, વડોદરા, ભુજ, છોટા ઉદેપુરમાં 40 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ, અંધારપટ છવાયો

આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…