ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ તકરાર ખત્મ થવાનું નામ નથી લઇ રહી. ફરી એકવાર મુંબઈ પોલીસે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલને સમન્સ મોકલ્યું છે. મુંબઈ પોલીસે 23 અને 24 નવેમ્બરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા કંગના અને રંગોલીને સમન્સ મોકલ્યું છે.
બંને પર આરોપ છે કે તેઓએ સોશિયલ મીડિયા પર બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધારવા માટે વાંધાજનક ટિપ્પણી કરી હતી. બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશથી કંગના અને તેની બહેન રંગોલી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.