Vadiya/ વડિયા ગામમાંથી પસાર થતી સુરવો નદીમાંથી મળ્યો એક વ્યક્તિનો મૃતદેહ, પંથકમાં મચી અરેરાટી

વડિયા ગામની મધ્યમાંથી પસાર થતી સુરવોનદી જે કૃષ્ણપરા અને સુરગપરા વિસ્તારને જોડે છે, એવામાં આ નદીના સ્નેહલ પુલ નીચે આજે વહેલી સવારે પસાર થતા સ્થાનિક લોકોને એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ તરતો જણાઈ આવ્યો હતો.

Gujarat Others
a 171 વડિયા ગામમાંથી પસાર થતી સુરવો નદીમાંથી મળ્યો એક વ્યક્તિનો મૃતદેહ, પંથકમાં મચી અરેરાટી

@પરેશ, મંતવ્ય ન્યૂઝ – અમરેલી 

વડિયા ગામની મધ્યમાંથી પસાર થતી સુરવોનદી જે કૃષ્ણપરા અને સુરગપરા વિસ્તારને જોડે છે, એવામાં આ નદીના સ્નેહલ પુલ નીચે આજે વહેલી સવારે પસાર થતા સ્થાનિક લોકોને એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ તરતો જણાઈ આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ લોકોની ભીડ સ્નેહલપુલ પર થવા લાગી હતી લોકોની આ ભીડમાં આ વ્યક્તિ કોણ છે કયાનો છે તેવા સવાલો થઈ રહયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી કે અહીં એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ દેખાઈ રહ્યો છે તંત્રને જાણ થતા તંત્ર દ્વારા લોકોની ઉમટેલી ભીડને કોરોના મહામારીને ધ્યાને લઈને ભીડને હળવી કરવામાં આવી ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો હતો.

જો કે આ મૃતદેહ વડીયાનો રહેવાસી વ્યક્તિ મુખ્ય બજારમાં દુકાન ધારક જ જણાઈ આવતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જણાવી દઈએ કે, કોરોના મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે આ સીધોસાદો વ્યક્તિએ પોતાની સાઇકલ પુલની સાઈડમાં મૂકીને બેકારીથી કંટાળીને પગલું ભર્યું હશેની લોકોમાં ચર્ચાઓ દુઃખ સાથે જણાઈ આવી હતી.