Liquorpermitholders rise/ ગુજરાતમાં દારૂ પીનારાઓની સંખ્યા વધી, પરમીટધારકોમાં વધારો

ડ્રાય સ્ટેટની છબી ધરાવતા ગુજરાતમાં પીનારાની સંખ્યા વધી રહી છે તે હકીકત છે. રાજ્યમાં હવે પરમિટ લઈને સત્તાવાર રીતે દારૂ પીનારાની સંખ્યા વધી રહી છે. 31 ડિસેમ્બર 2023 સુધીના રાજ્ય સરકારના જ સત્તાવાર આંકડા જોઈએ તો પરમિટ હોલ્ડર્સની સંખ્યા 39,888 છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 03T115232.631 ગુજરાતમાં દારૂ પીનારાઓની સંખ્યા વધી, પરમીટધારકોમાં વધારો

ગાંધીનગર: ડ્રાય સ્ટેટની છબી ધરાવતા ગુજરાતમાં પીનારાની સંખ્યા વધી રહી છે તે હકીકત છે. રાજ્યમાં હવે પરમિટ લઈને સત્તાવાર રીતે દારૂ પીનારાની સંખ્યા વધી રહી છે. 31 ડિસેમ્બર 2023 સુધીના રાજ્ય સરકારના જ સત્તાવાર આંકડા જોઈએ તો પરમિટ હોલ્ડર્સની સંખ્યા 39,888 છે. તેમા 2023ના વર્ષમાં જ પરમિટ જારી થવાના અને જૂની પરમિટ રીન્યુ થવાના કિસ્સામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ગુજરાત સરકાર પણ દારૂ પીવાના શોખીનોને પરમિટ જારી કરીને નોંધપાત્ર કમાણી કરે છે. કોરોના કાળામાં 2020-21માં પરમિટ ફી પેટે ગુજરાત સરકારને 11.92 કરોડ રૂપિયાની આવક થઈ હતી જ્યારે 2021-22માં આંકડો કોરોનાના કારણે ઘટીને 10.71 કરોડ રૂપિયા થયો હતો. જ્યારે 2022-23માં આ આંકડો વધીને 12.69 કરોડ રૂપિયા થયો છે.

અમદાવાદીઓમાં પણ દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે, તેનો પુરાવો રાજ્ય સરકારના પરમિટ હોલ્ડર્સની વધેલી સંખ્યા જ આપે છે. અમદાવાદમાં પરમિટધારકોનો આંકડો 11,890 છે. ડાંગમાં ફક્ત એક જ લીકર પરમિટધારક નોંધાયો હતો.

રાજ્ય સરકારના જ આંકડા મુજબ અમદાવાદ બાદ સુરત 7,641 પરમિટ હોલ્ડર્સ સાથે બીજા, 4,360 પરમિટ હોલ્ડર્સ સાથે રાજકોટ ત્રીજા અને વડોદરા 2,611 સાથે ત્રીજા ક્રમે છે. સૌરાષ્ટ્રમાં પણ પોરબંદરમાં પરમિટ હોલ્ડર્સની સંખ્યા બે હજારથી વધારે છે.

ગુજરાતમાં દારૂ વેચવો સજાપાત્ર ગુનો છે. હાલમાં રાજ્યમાં પરમિટ લિકર શોપનો આંકડો 70નો છે. નવા લીકર સ્ટોર ખોલવાની ડઝનબંધ અરજી હાલમાં પડતર છે. આ પુરાવો છે કે ગુજરાતમાં પરમિટ વગર પીનારાઓનો કેટલો મોટો વર્ગ છે. તાજેતરમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના કેમ્પસને દારૂબંધીમાંથી મુક્તિ આપી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ