જામનગરમાં જાજરમાન ગરબા/ તાલીઓનો તાલ,મંતવ્યને સાથ, કોરોના કાળના બે વર્ષ બાદ ગરબે ઘુમશે ખેલૈયાઓ

મંતવ્ય ન્યુઝ દ્વારા જામનગરના આંગણે આદ્યશક્તિ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે.કોરોના કાળના બે વર્ષ બાદ હવે જ્યારે ખુલીને નવરાત્રીમાં ખેલૈયાઓ માતાજીની આરાધના કરવાના છે.ત્યારે કેવું છે જામનગર ખાતેનું આયોજન અને કેવો છે ખેલૈયાઓનો ઉત્સાહ આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલ.તાલીઓનો તાલ,મંતવ્યને સાથ…

Top Stories Gujarat Navratri celebration Others Navratri 2022
મંતવ્ય
  • મંતવ્ય ન્યુઝ દ્વારા કરાયુ નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન
  • આદ્યશક્તિ માં જગદંબાની નવરાત્રીનું ભવ્ય આયોજન
  • આ વર્ષે ખેલૈયામાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
  • રજવાડું થીમ બનશે આકર્ષણનું કેન્દ્ર

સૌરાષ્ટ્રનું પેરિસ, છોટી કાશી જેવા કેટલાક ઉપનામોથી જાણીતું જામનગરના આંગણે આ વર્ષે નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીની આરાધના કરવા માટે મંતવ્ય ન્યુઝ દ્વારા આદ્યશક્તિનું ભવ્ય આયોજન કરાયું છે.રજવાડું થીમ કે જે આકર્ષણનું કેન્દ્ર બનશે.જેમાં ખેલૈયાઓ મન મૂકી માતાજીની આરાધના કરશે. એટલું જ નહીં પરિવાર સાથે પણ  લોકો આદ્યશક્તિ નવરાત્રીમાં રમી શકશે તેવું ભવ્ય આયોજન મંતવ્ય ન્યુઝ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ પ્રાચીન સંસ્કૃતિને જાળવવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે.

Untitled 16 3 તાલીઓનો તાલ,મંતવ્યને સાથ, કોરોના કાળના બે વર્ષ બાદ ગરબે ઘુમશે ખેલૈયાઓ

આશીર્વાદ કલબ રિસોર્ટ, ખંભાળિયા બાયપાસ, જામનગર ખાતે આદ્યશક્તિનું આ વખતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વિશાળ પાર્ટી પ્લોટમાં રજવાડું થીમ પર ગરબામાં માતાજીની આરાધના કરવા, માતાજીને રિઝવવા મોટી સંખ્યામાં લોકો, ખેલૈયાઓ અહીં ઉપસ્થિત રહેશે. અંદાજે 350થી વધુ ખેલૈયાઓ અર્વાચીન તેમજ પ્રાચીન રાસ ગરબા રજૂ કરશે.જામનગરમાં આયોજન થઈ રહેલ આદ્યશક્તિ નવરાત્રીમાં 4 હજાર થી વધુ દર્શકો ઉપસ્થિત રહેનાર છે.અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે.

જામનગર ખાતે રજવાડું થીમ પર યોજાનાર આ વર્ષે આદ્યશક્તિ નવરાત્રીમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો અલવીરા મીર, વનિતા પટેલ અને વિશાલ ગઢવી, ખેલૈયાઓ તેમજ દર્શકોના દિલ જીતી લેશે. માંઈભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આસો નવરાત્રીના અનુષ્ઠાન માટે આતુર રહેતા હોય છે.કારણ કે, આ અવસર એ માં જગદંબાની કૃપાપ્રાપ્તિ માટે સર્વોત્તમ મનાય છે. ત્યારે મંતવ્ય ન્યુઝ આયોજિત જામનગર ખાતેની આદ્યશક્તિ નવરાત્રીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:  ખેલૈયાઓ માટે ખુશખબર! નવરાત્રીનો પર્વ મંતવ્ય ન્યુઝ સાથે માણો, જાણીતા કલાકારો નવ દિવસ જમાવશે જમાવટ

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપતા ‘ખોજ મ્યુઝિયમ’ નું ઉદ્ઘાટન કરશે