દુઃખદ/ લાઠીના દુધાળા નજીક આવેલ નારણ સરોવરમાં 5 કિશોરના ડૂબવાથી મોત

નારાયણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા ગયા હતા અને ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હોવાની ધટના સામે આવી છે.

Top Stories Gujarat Others
Untitled 35 4 લાઠીના દુધાળા નજીક આવેલ નારણ સરોવરમાં 5 કિશોરના ડૂબવાથી મોત
  • લાઠીના દુધાળા નજીક આવેલ નારણ સરોવરમાં 5 કિશોર ડૂબ્યા
  • લાઠીના 5 કિશોરોના ડુબીજવાથી મોતથી શહેર બન્યું શોક મય
  • એકી સાથે પાંચ-પાંચ આશાસ્પદ કિશોરો ગુમાવતા શહેરમાં શોકનો માહોલ
  • લાઠી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છીક ધંધા રોજગાર બંધરાખી શોક વ્યક્ત કર્યો
  • શોકમય માહોલ વચ્ચે શહેરની બજારોમાં દુકાનો જડબે સલાખ બંધ મળી જોવા

અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરો ડૂબ્યા હોવાની આશંકાએ શોધખોળ શરુ કરવામાં આવી હતી. જેમાં પાંચેય કિશોરોના મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે આ કિશોરો નારાયણ સરોવરમાં ન્હાવા પડ્યા હતા. અને બાદમાં તેઓનો પત્તો ન મળતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે પરિવારના માથે આભ તૂટી પડ્યુ છે. લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ડૂબ્યા હોવાની આશંકાએ કલાકોથી શોધખોળ શરુ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા રેસક્યુની કામગીરી કરવામાં આવી હતી. યુવકો ડૂબ્યા હોવાની માહિતી મળતા લાઠીના ઈન્ચાર્જ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા સરોવરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચેય કિશોરોના મૃતદેહ મળી આવતા આખુ ગામ ભેગુ થઇ ગયુ હતું,

પાંચેય કિશોર દુધાળાના રહેવાસી

વિશાલભાઈ મનીષભાઈ મેર ઉંમર વર્ષ 16
નમનભાઈ અજયભાઇ ડાભી ઉંમર વર્ષ 16
રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ ઉંમર વર્ષ 16
મિત ભાવેશભાઈ ગળથીયા ઉંમર વર્ષ 17
હરેશભાઇ મથુરભાઈ મોરી ઉમર વર્ષ 18

આ પાંચેય કિશોરો લાઠી શહેરના રહેવાસી છે. ઘટનાને પગલે પરિવારજનોના આંખો સુકાઇ નથી રહ્યા. હસતા રમતા વ્હાલસોયા દિકરાઓના મોત થતા પરિવાર આક્રંદ કરી રહ્યો છે. ગામમાં માતમ છવાયુ છે. લાઠી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છીક ધંધા રોજગાર બંધરાખી શોક વ્યક્ત કર્યો છે. શોકમય માહોલ વચ્ચે શહેરની બજારોમાં દુકાનો જડબે સલાખ બંધ મળી જોવા મળી હતી.

#Breaking_News/ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યના પુત્રનો કાર અકસ્માત, આબાદ બચાવ

Russian President/ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કોણ છે ? તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે ?

યુક્રેનનો દાવો/ પુતિને ઠપકો આપતાં રશિયન સંરક્ષણ મંત્રીને આવ્યો હાર્ટ એટેક