Blast/ કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત

આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના લોકો પોત-પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.

Top Stories Gujarat Others
a 339 કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત

કલોલમાં સ્થિત પંચવટી સોસાયટીમાં મંગળવારે સવારે થયેલા રહસ્યમય બ્લાસ્ટને કારણે બે મકાનો ધરાશાયી થયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં બંને હોસ્પિટલમાં દાખલ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ફાયર બ્રિગેડ સાથે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો છે. જો કે, હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઓએનજીસીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટને કારણે બે મકાનો ધરાશાયી થયા હતા. આમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. બ્લાસ્ટને કારણે ઘણા મકાનોને નુકસાન થયાનું પણ જાણવા મળ્યું છે. હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. ફાયર બ્રિગેડ સહિતના અધિકારીઓ સ્થળની નિરીક્ષણ કરી રહ્યા છે. બાદમાં બપોરે વિસ્ફોટના ચોક્કસ કારણો જાહેર કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના લોકો પોત-પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. હાલ ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળ નીચે ફસાયેલી લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ST બસોમાં મહિલાઓને અપાઈ કંડકટરની ફરજ, સુરેન્દ્રનગરમાં મળ્યો સારો પ્રતિસાદ

આ પણ વાંચો :અમદાવાદમાં કોચિંગ ક્લાસના શિક્ષકે 14માં માળેથી લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો :અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…