Award/ અમેરિકા તરફથી PM મોદીને મળ્યો વિશિષ્ટ ‘લીજેન્ડ ઓફ મેરિટ’ એવોર્ડ

ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી વધારવામાં મહત્વના અને કડી રુપ યોગદાન બદલ અમેરિકાએ ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાનું વિશેષ સન્માન એનાયત કર્યું છે

Top Stories World
trump modi અમેરિકા તરફથી PM મોદીને મળ્યો વિશિષ્ટ 'લીજેન્ડ ઓફ મેરિટ' એવોર્ડ

ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી વધારવામાં મહત્વના અને કડી રુપ યોગદાન બદલ અમેરિકાએ ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાનું વિશેષ સન્માન એનાયત કર્યું છે. અમેરિકા દ્વારા PM મોદીને પ્રતિષ્ઠિત લીજેન્ડ ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા છે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે પીએમ મોદીને આ વિશેષ સન્માન આપ્યું છે. જો કે, પીએમ મોદી વતી યુએસમાં ભારતીય રાજદૂત તરણજિત સિંઘ સંધુએ અમેરિકન પ્રેસીડન્ટ રિપ્રેઝનટેટીવ પાસેથી આ સન્માન સ્વીકાર્યું છે.

માહિતી આપતા વિદેશ મંત્રાલય અને યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી બીબેન કહ્યું હતું કે, એવોર્ડ પીએમના નેતૃત્વ હેઠળ ભારતના વૈશ્વિક શક્તિ તરીકે ઉદભવને માન્યતા આપે છે. આ ભારત-યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેના ઉદાહરણરૂપ યોગદાનને માન્યતા આપે છે.

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, લિજેન્ડ ઓફ મેરિટ એ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા સામાન્ય રીતે રાજ્યના વડાઓ અથવા અન્ય દેશોની સરકારના વડાઓને આપવામાં આવેતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝો આબેને પણ ધ લીજેન્ડ ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…