Not Set/ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર આ પેંશન વધારીને બમણું કરશે … ?

લોકસભા 2019 પહેલા મોદી સરકાર અટલ પેંશન યોજનામાં મોટો ફેરફાર કરી શકે છે. પેંશન ફંડ નિયામક અટલ પેંશન યોજના હેઠળ પેંશન વધારીને 10,000 રૂપિયા પ્રતિમાસ કરવાની સંભાવના ચકાસવા માટે પોતાના પોર્ટફોલીઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ આ વાત જણાવી હતી. પીએફઆરડીએના ચેરમેન હેમંત જી કોન્ટ્રાક્ટરે જણાવ્યું  કે, અટલ પેંશન એક પેંશનની ગેરંટી આપતી […]

Top Stories India
pm narendra modi 759 1 લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર આ પેંશન વધારીને બમણું કરશે ... ?

લોકસભા 2019 પહેલા મોદી સરકાર અટલ પેંશન યોજનામાં મોટો ફેરફાર કરી શકે છે. પેંશન ફંડ નિયામક અટલ પેંશન યોજના હેઠળ પેંશન વધારીને 10,000 રૂપિયા પ્રતિમાસ કરવાની સંભાવના ચકાસવા માટે પોતાના પોર્ટફોલીઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ આ વાત જણાવી હતી.

પીએફઆરડીએના ચેરમેન હેમંત જી કોન્ટ્રાક્ટરે જણાવ્યું  કે, અટલ પેંશન એક પેંશનની ગેરંટી આપતી યોજના છે. સરકાર પર આની પ્રતિબદ્ધતા પુરી કરવાનું દાયિત્વ છે. જેથી અમે મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે સરકારને પોતાનું દાયિત્વ પૂરું કરવા માટે કઈ અલગ કરવાની આવશ્યકતા હશે કે નહિ.

આ પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં ખતમ થવાની આશા છે. કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, એક વખત સ્થિતિ સ્પષ્ટ થઇ જાય તો સરકાર અટલ પેંશન યોજનામાં વધારો કરી શકે છે.

નાણાં મંત્રાલયે આ વર્ષે જૂનમાં કહ્યું હતું કે, અટલ પેંશન યોજના હેઠળ પેંશન વધારવાની જરૂર છે. કોન્ટ્રાક્ટરે જૂનમાં કહ્યું હતું કે, આ સમયે અટલ પેંશન યોજના હેઠળ પાંચ પેંશન સ્લેબ છે. આ સ્લેબ એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ સુધીના છે.