Rajkot/ શાસ્ત્રી મેદાન ખાતેનું બસ સ્ટેન્ડ 30મીથી બનશે ભૂતકાળ,નવા બસ પોર્ટ પર રૂટ થશે ડાયવર્ટ

રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતેનું એસ.ટી બસસ્ટેન્ડ 30મી જાન્યુઆરીથી કાયમ માટે બંધ થશે. શનિવારથી તમામ એસ.ટી બસના રૂટ નવા બસ પોર્ટ ખાતેથી જ ઓપરેટ થશે. એસટી તંત્ર દેરા શાસ્ત્રીમેદાનનો કબ્જો

Top Stories Gujarat
1

રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતેનું એસ.ટી બસસ્ટેન્ડ 30મી જાન્યુઆરીથી કાયમ માટે બંધ થશે. શનિવારથી તમામ એસ.ટી બસના રૂટ નવા બસ પોર્ટ ખાતેથી જ ઓપરેટ થશે. એસટી તંત્ર દેરા શાસ્ત્રીમેદાનનો કબ્જો કલેકટર તંત્રને સોંપી દેવામાં આવશે એવું કલેકટરના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે

Gujarat / અમદાવાદમાં ચૂંટણી પહેલા નેતાઓનો વિરોધ, મત માંગવા ન આપવાના લખાણ સાથેનાં પોસ્ટરો લાગ્યા

રાજકોટ એસ.ટી બસસ્ટેન્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રી મેદાન ખાતેનું બસસ્ટેન્ડ કાયમ માટે બંધ કરી નાખવામાં આવશે. ત્યારબાદ નવા બસ પોર્ટ ખાતેથી તમામ રૂટ ચાલુ કરવામાં આવશે. પોરબંદર, જૂનાગઢ, ઉના, કોડીનાર, સોમનાથ, દીવ, ગોંડલ, લોધીકા, જેતપુર, વીરપુર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, વેરાવળ, બગસરા, ધારી, કુંકાવાવ, તુલસીશ્યામ જતી બસો તા.28 જાન્યુઆરીથી નવા બસ પોર્ટ પરથી ઉપડશે.જયારે તા.30થી ભાવનગર, બોટાડ, ગઢડા, જસદણ, અમરેલી, સાવરકુંડલા, તળાજા, વિછિયા, સારંગપુર જતી બસો પણ નવા બસ પોર્ટથી ઓપરેટ થશે.

શાળાઓ ખૂલશે / શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, હવે 1 ફેબ્રુ.થી ધો. 9 અને 11નું શિક્ષણકાર્ય થશે શરુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…