Not Set/ ૩૦ જાન્યુ. ગાંધી નિર્વાણ દિવસની શું છે રસપ્રદ વાતો જાણો માત્ર એક ક્લિક પર..

૩૦ જાન્યુઆરી શુક્રવાર ,૧૯૪૮ની એ સવાર સામાન્ય સવાર જેવી જ હતી. પરંતુ આ દિવસની સાંજ આખા દેશ માટે કાળનો કટકો લઈને આવી. ૩૦ જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઇ હતી.હત્યારો નથુરામ ગોડસેએ બાપુને ૩ ગોળી મારી તેમના જીવનનો અંત લાવી દીધો હતો. આ દિવસે મહત્મા ગાંધીના સચિવ વી.કલ્યાણમ પણ તેમની સાથે  હતા. ૩૦ જાન્યુઆરીએ […]

Top Stories
gandhijook ૩૦ જાન્યુ. ગાંધી નિર્વાણ દિવસની શું છે રસપ્રદ વાતો જાણો માત્ર એક ક્લિક પર..

૩૦ જાન્યુઆરી શુક્રવાર ,૧૯૪૮ની એ સવાર સામાન્ય સવાર જેવી જ હતી. પરંતુ આ દિવસની સાંજ આખા દેશ માટે કાળનો કટકો લઈને આવી. ૩૦ જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઇ હતી.હત્યારો નથુરામ ગોડસેએ બાપુને ૩ ગોળી મારી તેમના જીવનનો અંત લાવી દીધો હતો.

bapujj ૩૦ જાન્યુ. ગાંધી નિર્વાણ દિવસની શું છે રસપ્રદ વાતો જાણો માત્ર એક ક્લિક પર..

V. Kalyanam At the death bed of Mahatma Gandhi at Birla 2 ૩૦ જાન્યુ. ગાંધી નિર્વાણ દિવસની શું છે રસપ્રદ વાતો જાણો માત્ર એક ક્લિક પર..

આ દિવસે મહત્મા ગાંધીના સચિવ વી.કલ્યાણમ પણ તેમની સાથે  હતા. ૩૦ જાન્યુઆરીએ સવારે સાડા ત્રણ વાગ્યે  બાપુ જાગ્યા હતા અને ત્યારથી તેમની હત્યા સુધીની બધી જ ઘટના વિશે લખ્યું છે. વી.કલ્યાણમએ જે લખ્યું છે તે વાચતા તેવું લાગે કે જાણે આપને તે દિવસને જીવી રહ્યા છીએ , તે દિવસ આપની નજરની સામે જ ઝળહળી રહ્યો છે.

૩૦ જાન્યુઆરીએ બાપુ સવારે સાડા ત્રણ વાગ્યે જાગ્યા હતા. રોજની જેમ તેમણે સવારની પ્રાથર્ના કરી. તેની બાદ રોજની દૈનિકક્રિયા ચાલુ થઇ ગઈ. દિલ્હીમાં એ સમયે પરિસ્થિતિ સામાન્ય નહોતી જેના લીધે બાપુ બહુ દુઃખી હતા.

આ દિવસે ગાંધીજીને જે મહાન હસ્તિ મળવા માટે આવ્યા હતા તેમાંના એક શ્રીમતી આર.કે નેહરુ પણ હતા. તેઓ સવારે ૬ વાગ્યે આવ્યા હતા. બપોરે તે અમેરિકા જવા માટે રવાના થઇ ગયા હતા. શ્રીમતી આર.કે નેહરુની વિનંતીને લીધે ગાંધી બાપુએ તેમની સાથે ફોટો પડાવ્યો અને બાપુએ તેમને પોતાના હસ્તાક્ષર પણ આપ્યા હતા. હસ્તાક્ષર સાથે તેમણે લખ્યું હતું કે, આપ એક ગરીબ દેશના પ્રતિનિધિ છો, હંમેશા સાદગી જ અપનાવજો.

આશરે ૨ વાગ્યે લાઈફ મેગેઝીનના પ્રખ્યાત ફોટોગ્રાફર માર્ગેટ બર્ક ગાંધીજીને મળવા આવ્યા હતા. આ દરમ્યાન તેમણે બાપુને એક સવાલ કર્યો હતો કે તમે હંમેશા કહો છો કે હું ૧૨૫ વર્ષ સુધી જીવવા માંગું છુ તમને આ આશા કેવી રીતે આવી ? ગાંધીજીનો જવાબ તેમને હેરાનીમાં મૂકી દે તેવો હતો.બાપુએ કહ્યું કે’  હવે મને આટલા વર્ષ સુધી જીવવાની કોઈ આશા નથી કેમકે દુનિયામાં એટલી બધી ભયાનક વસ્તુ થઇ રહી છે અને મારે અંધારામાં નથી જીવવું.’

માર્ગેટના ગયા બાદ પ્રોફેસર એનઆર મલકાની  તેમના ૨ વ્યક્તિ સાથે આવ્યા.કમિશનર મલકાનીએ ગાંધીજીને દેશની દુર્દશા વર્ણવી..બાપુએ તે ધૈર્ય પૂર્વક સાંભળ્યા પછી કહ્યું કે, જો લોકોએ મારી વાત સાંભળી હોત તો આજે આ દુર્દશા ન થાત. મારું કીધેલું કોઈ માનતું  નથી. તેમ છતાં મને જે સાચું લાગે છે તે હું કહું છું. મને એ પણ ખબર છે કે મને લોકો વીતેલા જમાનાનો માણસ કહે છે.

mahatma 1515398449 ૩૦ જાન્યુ. ગાંધી નિર્વાણ દિવસની શું છે રસપ્રદ વાતો જાણો માત્ર એક ક્લિક પર..

૨૦ જાન્યુઆરીએ પ્રાર્થના સભામાં એક બોમ્બ ધડાકો થયો હતો પણ સદનશીબે ગાંધીજીને કોઈ હાનિ નહતી થઇ. આ ધડાકો મદન લાલ નામનો પંજાબના માણસે કર્યો હતો. ધડાકાથી એક દીવાલ તૂટી ગઈ હતી પણ ગાંધીજીને નહતું લાગ્યું કે કોઈ તેમને મારવા માટે આવ્યો છે. તેમ છતાં પોલીસને લાગતું કે બાપુની જાન ખતરામાં છે. તેથી બિરલા ભવનમાં પોલીસની સંખ્યા વધારી દીધી હતી. જોકે પોલીસ પ્રાર્થના સભામાં આવનારા તમામ લોકોની તલાશી લેવા માંગતી હતી. પણ બાપુએ ચોખ્ખી ના પાડી દીધી.

પણ પોલીસ ડીઆઈજીને આ વાતથી સંતોષ નહોતો. ડીઆઈજી બાપુને મળવા જાતે જ બિરલા ભવન પહોચી ગયા અને મહાત્મા ગાંધીને કહ્યું કે, તમારી જાનને જોખમ છે તમારે પોલીસને તેમનું કામ કરવા દેવું જોઈએ. વળતો જવાબ આપતા બાપુએ કહ્યું કે, જે આઝાદીના બદલે સુરક્ષાને પ્રાથમિકતા આપે છે તે તમામ ને જીવવાનો હક નથી. પાર્થના સભામાં આવતા લોકોની તલાશી લેવી તે વ્યાજબી નથી.

સાંજે પાંચ વાગ્યે મહાત્મા ગાંધીજીને પ્રાર્થના માટે બહાર લોનમાં જવું હતું, પણ તેની પહેલા ૪ વાગ્યે ભારત દેશના ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ તેમની દીકરી સાથે મળવા આવ્યા હતા. સરદારભાઈ પટેલને બાપુએ જ બોલાવ્યા હતા. જયારે પટેલ બિરલા ભવન પહોચ્યા ત્યારે બાપુ ભોજન કરી રહ્યા હતા. ભોજન દરમ્યાન જ બંનેએ વાતચીત કરી અને આશરે ૫ વાગ્યા સુધી તે ચાલતી રહી.

વાતની મહત્વતા અને ગંભીરતાને જોઇને હાજર તમામ લોકોમાંથી કોઈની બોલવાની હિંમત ન ચાલી. આભા અને મનુએ સરદાર પટેલની પુત્રી મણીબેનને ઈશારો કર્યો અને ૫ વાગીને ૧૦ મિનિટે વાતચીતનો અંત આવ્યો. ત્યારબાદ બાપુ શૌચાલય માટે ગયા અને પ્રાર્થના સભા તરફ ચાલવા લાગ્યા. પાર્થના સભા સુધી નો રસ્તો ૩૦-૪૦ પગલા જેટલો દૂર હતો. રસ્તામાં બાપુ આભા અને મનુને ખીજાતા હતા.

bapu ૩૦ જાન્યુ. ગાંધી નિર્વાણ દિવસની શું છે રસપ્રદ વાતો જાણો માત્ર એક ક્લિક પર..

બાપુને પ્રાર્થના માટે જવાનું મોડું થઇ ગયું હતું એટલે તેઓ તેમની દીકરીઓ મનુ  અને આભાને ખીજાતા હતા. બાપુનું કહેવું હતું કે મારે મોડું થઇ ગયું છે અને મને આ જરાય પસંદ નથી. મનુ ગાંધી ખુબજ ગંભીર રીતે પિતાજીની વાત સાંભળી રહ્યા હતા. આ વાતને સમજાવવા બાપુએ બીજું ઉદાહરણ આપતા કહ્યું કે, નર્સ નું કર્તવ્ય દર્દીને સાચા સમયે દવા આપવાનું છે. જો તેમાં મોડું થઇ જાય તો દર્દીનો જીવ પણ જઈ શકે છે.

ભીડમાં બાપુનો હત્યારો નથુરામ ગોડસે હાજર જ હતો આ વાત થી અજાણ બાપુ આભા અને મનુની સાથે વાત કરતા કરતા આગળ વધે છે અને ત્યાં અચાનક ૩ ગોળી ચાલી અને બાપુના પગ રોકાઈ ગયા. તેમના હાથમાંથી ચશ્માં નીચે પડી ગયા. ગોળીના અવાજને લીધે ચારેય બાજુ ભાગદોડ થવા લાગી.

gandhidead ૩૦ જાન્યુ. ગાંધી નિર્વાણ દિવસની શું છે રસપ્રદ વાતો જાણો માત્ર એક ક્લિક પર..

હજુ બપોરે જ મહાત્મા ગાંધીએ લાઈફ મેગેઝીનના પ્રખ્યાત ફોટોગ્રાફર માર્ગેટને કહ્યું હતું કે, દુનિયા બહુ ખરાબ થઇ ગઈ મારે હવે આ અંધારામાં નથી જીવવું.

સાંજ પડતાની સાથે જ બાપુ આપણને બધાને છોડીને આ અંધારાથી દૂર ચાલ્યા ગયા.