Not Set/ “રન ફોર યુનિટી”માં ઉડ્યો સ્વચ્છ ભારત મિશનનો મજાક, જુઓ

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથી નિમિત્તે દિલ્લીમાં દેશની એકજુથતા માટે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોઢ કિમી લાંબી આ દોડને લીલી ઝંડી બતાવી હતી. પરંતુ આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ સ્વચ્છ ભારત મિશનની મજાક ઉડાવતી તસ્વીરો સામે આવી હતી. કાર્યક્રમ પછી સ્થળ પર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થળ પર પાણીના બૉટલ, […]

India
"રન ફોર યુનિટી"માં ઉડ્યો સ્વચ્છ ભારત મિશનનો મજાક, જુઓ

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથી નિમિત્તે દિલ્લીમાં દેશની એકજુથતા માટે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોઢ કિમી લાંબી આ દોડને લીલી ઝંડી બતાવી હતી. પરંતુ આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ સ્વચ્છ ભારત મિશનની મજાક ઉડાવતી તસ્વીરો સામે આવી હતી. કાર્યક્રમ પછી સ્થળ પર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થળ પર પાણીના બૉટલ, જે કાગળ પર સરદાર પટેલની ફોટો લગાવી છે, તે બધા રસ્તા પર પથરાયેલા જોવા મળ્યા હતા. આ બાબતે પીએમ મોદીના સ્વચ્છતા મિશન ને પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વેંકયા નાયડુ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ ખાસ ઉપસ્તિથ રહ્યા હતા. આ ઉપરાંત ક્રિકેટર સુરેશ રૈના, મહિલા ક્રિકેટર મિથાલી રાજ અને હોકી ખેલાડી સરદારસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતાં.