Not Set/ સુરતમાંથી 3.37 કરોડની જૂની ચલણી નોટ સાથે ત્રણની ધરપકડ

આખા દેશમાં 1000 અને 500 રૂપિયાની જૂની ચલણી નોટ બંધ કરી દેવામાં આવી છે. આમ છતાં પણ રાજ્યભરમાંથી ઠેકઠેકાણે જૂની ચલણી નોટો પકડાતી રહે છે. ત્યારે ફરી સુરતમાંથી વધુ 3.37 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપાઇ છે. સુરત પોલીસે એક કારમાંથી આ જૂની ચલણી નોટો સાથે ત્રણ જણની ધરપકડ કરી છે.   સુરતના ખટોદરા પોલીસને […]

Top Stories Gujarat Surat Trending
Surat Police caught Three person with Old 500 and 1000 Rs. Currency Notes

આખા દેશમાં 1000 અને 500 રૂપિયાની જૂની ચલણી નોટ બંધ કરી દેવામાં આવી છે. આમ છતાં પણ રાજ્યભરમાંથી ઠેકઠેકાણે જૂની ચલણી નોટો પકડાતી રહે છે. ત્યારે ફરી સુરતમાંથી વધુ 3.37 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપાઇ છે. સુરત પોલીસે એક કારમાંથી આ જૂની ચલણી નોટો સાથે ત્રણ જણની ધરપકડ કરી છે.

Surat Old Currancy 1 સુરતમાંથી 3.37 કરોડની જૂની ચલણી નોટ સાથે ત્રણની ધરપકડ

 

સુરતના ખટોદરા પોલીસને શુક્રવારે બાતમી મળી હતી કે, શંકાસ્પદો કોઇ વાહનની મારફતે બંધ થયેલી જૂની ચલણી નોટોની હેરફેર કરવાના છે. પોલીસે આ બાતમીના આધારે ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર વાહનોની તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન એક ઇન્ડિકા કારને શંકાના આધારે અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. આ તલાશીમાં કારમાંથી 3 કરોડ 37 હજાર રૂપિયાની જૂની 500 અને 100ની ચલણી નોટો મળી આવી હતી. જે અંગે પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સની ધરપકડ કરી છે. પોલીસે જેમની અટકાયત કરી છે તેમાં ગંગાસિંહ રાજપૂત, શેખ લતિફ અને મોહમ્મદ જાવેદની અટકાયત કરવામાં આવી છે.

Surat Old Currancy 2 સુરતમાંથી 3.37 કરોડની જૂની ચલણી નોટ સાથે ત્રણની ધરપકડ

 

સુરત પોલીસે હાલમાં આ ત્રણેયની ધરપકડ કરીને તેઓ કોની પાસેથી આ જૂની ચલણી નોટો લાવ્યાં હતાં અને કોની પાસે બદલાવવા લઇ જતાં હતાં તેની તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ આ ત્રણેયની પૂછપરછ કરી રહ્યાં છે.

થોડા દિવસો પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાન પાસેથી 1.69 કરોડ રૂપિયાની જૂની નોટો મળી આવી હતી. SOG એ બાતમીના આધારે આ નોટો સાથે બે શખ્સને ઝડપી લીધાં હતાં. આ બંને પાસેથી 1.69 કરોડની જૂની નોટો જપ્ત કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.