રેવા/ નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ડેમના 10 ગેટ ખોલાયા

મધ્ય પ્રદેશના ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર સુધી ખોલી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે થઈ છે.

Top Stories Gujarat Others
નર્મદા ડેમ

મધ્યપ્રદેશમાં થયેલ સારા વરસાદના પગલે ગુજરાતની જીવા દોરી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઈ છે. આજે બપોરે 12 વાગ્યે નર્મદાના ડેમના 10 ગેટ ખોલાયા છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.82 મીટરે પહોંચી છે, જ્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.  ઇન્દિરા સાગરના 12 ગેટ 10 મીટર ખોલાયા છે. તેમજ પાવર હાઉસના આઠ યુનિટોમાંથી કુલ 9.89 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થતા સરદાર સરોવરમાં આવક વધી છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાય એવી શક્યતા છે.

નર્મદા ડેમમાંથી શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગેલ નર્મદા, ભરૂચ, વડોદરાના કાંઠાના ગામોને તાકીદ કરાઈ છે. પાણીની આવક 5,80,000 ક્યૂસેક છે. ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 11.64 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે.

નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. હાલ ડેમમાં પાણીની આવક 1,66,371 ક્યૂસેક છે. નોંધનીય છે કે, હાલ 5,80,000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

છેલ્લા 24 કલાકમાં પાંચેય તાલુકાનો વરસાદ જોઈએ તો નાંદોદ માં 18 ઇંચ દેડિયાપાડામાં 1 ઇંચ,ગરૂડેશ્વર માં 2 ઇંચ , તિલકવાડામાં 19 મિમી અને સાગબારા માં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક માં કુલ વરસાદ 163 મિમી છે જોકે સૌથી વધુ વરસાદ સાગબારા માં 2.5 ઇંચ વરસાદ નોંધાયો જેને લઈ હાલ સાગબારા પાસે આવેલ ચોપાડવાવ અને નાની કાકડી આંબા ડેમમાં પણ નવા નીર આવતા ખેડૂતોના કુવાઓમાં જળસ્થળ ઉંચા આવતા અનેરો આનંદ છવાયો છે.

હવામાન વિભાગે વરસાદને ફરી એકવાર વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો આવતીકાલે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા