ACB સપાટો/ સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

સુરતના વરાછા-એ ઝોન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ઘરના બીજા માળ અને ત્રીજા માળે આવેલા બે રૂમનું બાંધકામ કરી રહ્યા હતા.

Gujarat Surat
લાંચ

@અમિત રૂપાપરા 

સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી લોકોનું કામ કરવા માટે પૈસાની માગણી કરે તો એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા આવા લાંચિયા અધિકારી સામે લાલ આંખ કરવામાં આવતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં સુરત મહાનગરપાલિકાના વરાછા એ ઝોનમાં ફરજ બજાવતા વર્ગ-3ના શહેરી વિકાસ વિભાગના અધિકારી અને શહેરી વિકાસ વિભાગમાં વર્ગ-4ના કર્મચારીને લાંચ લેતા એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને સરકારી અધિકારીએ એક વ્યક્તિના ઘરનું બાંધકામ ન તોડવા માટે 35000ની લાંચ માંગી હતી.

સુરતના વરાછા-એ ઝોન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ઘરના બીજા માળ અને ત્રીજા માળે આવેલા બે રૂમનું બાંધકામ કરી રહ્યા હતા. આ બાંધકામ ન તોડવા માટે સુરતમાં વરાછા-એ ઝોનમાં ફરજ બજાવતા શહેરી વિકાસ વિભાગના વર્ગ-3ના અધિકારી કેયુર પટેલ અને શહેરી વિકાસ વિભાગના વરાછા-એ ઝોનના પટાવાળા તરીકે ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારી નિમેશ ગાંધી દ્વારા 50000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

અધિકારી કેયુર પટેલ અને પટાવાળા નિમેષે 50000ની માગણી કરતા મકાન માલિક દ્વારા રકજકના અંતે 35 હજાર રૂપિયામાં સમાધાન થયું હતું. જો કે મકાનના માલિક સરકારી અધિકારીને લાંચ આપવા માંગતા ન હોવાના કારણે તેમને એન્ટી કરપ્શન બ્યુરોને સમગ્ર મામલે માહિતી આપી હતી અને જ્યારે કેયુર પટેલ અને નિમેષ ગાંધીએ લાંચની રકમ સાથે મકાન માલિકને પૂણા વોર્ડ ઓફિસની સામે જાહેર રસ્તા ઉપર બોલાવ્યો ત્યારે ACB દ્વારા આ જગ્યા પર અગાઉ થી જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. બંને સરકારી કર્મચારીઓએ મકાનમાલિક પાસેથી 35,000ની લાંચ સ્વીકારી તરત જ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારી દ્વારા બંનેને પકડી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:પલસાણામાં ઘર આંગણે સૂતેલી બાળકીને ઉઠાવી યુવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ