હદ થઇ ગઈ હવે તો....!/ પલસાણામાં ઘર આંગણે સૂતેલી બાળકીને ઉઠાવી યુવાને આચર્યું દુષ્કર્મ

માતા સાથે સુતેલી એક બાળકીને રાતના અંધારામાં એક અજાણ્યો યુવાન ઉંચકી ગયો અને નજીકમાં આવેલ શેરડીના ખેતરમાં લઇ જઈ બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ યુવાન ફરાર થઇ ગયો હતો.

Gujarat Surat Trending
Web Story 7 પલસાણામાં ઘર આંગણે સૂતેલી બાળકીને ઉઠાવી યુવાને આચર્યું દુષ્કર્મ

@અક્ષય મકવાણા

Surat Crime: ફરી એકવાર સુરત જિલ્લાની બદસુરત બહાર આવી.ગઈ કાલે કડોદરા બાળક અપહરણ, હત્યા ના કેસમાં હજી આરોપી ઝડપાયા નથી ત્યાં ફરી પલસાણાના એક ગામ નજીક એક બાળકીને ઘર આંગણેથી ઉંચકી શેરડીના ખેતરમાં લઇ જઈ શ્રમિક યુવકે દુષ્કર્મ આચરતા પોલીસ દોડતી થઇ હતી અને ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. આરોપી પકડાતા ઊંચ અધિકારી ઘટના સ્થળે દોડી આવી આરોપીને સાથે રાખી ઘટના ક્રાઇમ સીન ઉભો કર્યો હતો.

સુરતના પલસાણા તાલુકાના પલસાણાના એક ગામના ઓટલા પર માતા સાથે સુતેલી એક બાળકીને રાતના અંધારામાં એક અજાણ્યો યુવાન ઉંચકી ગયો અને નજીકમાં આવેલ શેરડીના ખેતરમાં લઇ જઈ બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ યુવાન ફરાર થઇ ગયો હતો. જોકે બાળકી રડતી હાલતમાં મુખ્ય રોડ પર આવતા અન્ય એક યુવાને બાળકી ને ઘર સુધી પોહચાડી હતી. બાળકીતો બચી ગઈ છે પણ બાળકીમાં મનમાં જે આઘાત રહી ગયો છે એ જિંદગી ભર નીકળવાનો નથી. દુષ્કર્મ ની ઘટના બાદ આરોપીને ગણતરીના કલાકમાં નજીકનાં પડાવ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

છેલ્લા એક સપ્તાહથી સુરત જિલ્લા અસુરક્ષિત બની ગયો છે. આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે હવે સુરત ગ્રામ્ય પોલીસે હવે કડક બનવું પડશે નાના ગુના કરનારા મોટા ગુના આંચરે એ પહેલા તેમને ડામી દેવા પડશે.. પોલીસ આબરૂનો સવાલ બનીને ઉભો છે પોલીસે હવે રીઢા ગુનેગાર પર બંધુક તાકવાની જરૂર નથી પણ ગોળી મારવાની જરૂર છે.. સુરત ગ્રામ્યમાં એન્કાઉન્ટર કરવાની હવે જરૂર ઉભી થઇ છે. બાકી ખાખી નો ડર હવે આરોપી પર રહ્યો નથી એ વાત સાચી છે. જયારે ખાખીનો ડર રહેશે ત્યારે જ ગુનેગારો અંકુશમાં આવશે.

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

આ પણ વાંચો:ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

આ પણ વાંચો:કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર