દેશના ટોચના ડ્રગ રેગ્યુલેટર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ સ્ટેટ રેગ્યુલેટર્સના, ડોકટરો અને દર્દીઓને બે દવાઓ – લીવરની દવા ડેફિટેલિયો(Defitelio) અને કેન્સરની દવા એડસેટ્રિસ (Adcetris)ને લઈને સાવચેત રહેવા કહ્યું છે અને તેનું કારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા આપવામાં આવેલી ચેતવણી છે.
WHOએ આ દવાઓના નકલી વર્ઝન સામે ચેતવણી આપી છે. ભારત સહિત ચાર દેશોમાં આ નકલી દવાઓ મળી રહી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
શું છે સમગ્ર મામલો?
લિવરની દવા ડેફિટેલિયો અને કેન્સરની સારવારના ઈન્જેક્શન એડસેટ્રિસની નકલી દવાઓ ભારતમાં ઉપલબ્ધ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આ માહિતી આપી છે. આ સાથે જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર્સને આ દવાઓ પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
થોડા દિવસો પહેલા WHOએ આ દવાઓને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. ત્યાર બાદ ડીસીજીઆઈએ 5 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે ટેકડા ફાર્માસ્યુટિકલ કંપની લિમિટેડ દ્વારા ઉત્પાદિત 50 મિલિગ્રામ એડસેટ્રિસ ઈન્જેક્શનના ઘણા ફેક વર્ઝન ભારત સહિત ચાર દેશોમાં ઉપલબ્ધ છે. આ દવાઓ ઘણીવાર દર્દીને વ્યક્તિગત ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તેનો પુરવઠો મુખ્યત્વે ઓનલાઈન હોય છે.
CDSCOએ બે એલર્ટ મોકલ્યા
CDSCO દ્વારા મોકલવામાં આવેલા બે એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “તમારા અધિકારીઓને સૂચના આપો કે બજારમાં આ દવાઓનું વેચાણ અને વિતરણ પર કડક નજર રાખવામાં આવે.” જેમાં કહેવામાં આવ્યું છે કે દવાઓના સેમ્પલની ચકાસણી કરવામાં આવે.
એલર્ટ ડોકટરોને સાવચેતી સાથે બંને દવાઓ સૂચવવા અને કોઈપણ પ્રતિકૂળ ઘટનાઓની જાણ કરવા વિશે દર્દીઓને શિક્ષિત કરવા વિનંતી કરે છે. ઉપરાંત આ દવાઓ માત્ર ઓથોરાઇઝ્ડ મેડિકલ સ્ટોરમાંથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે.
આ દવાઓ કઈ બીમારીઓમાં ઉપયોગ થાઈ છે?
ડેફિટાલિયોનો ઉપયોગ ગંભીર સ્થિતિની સારવાર માટે થાય છે જ્યાં લિવર વેસલ્સ બ્લોક્ડ હોય અને એડસેટ્રિસનો ઉપયોગ બ્લડ કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે.
WHOનું શું કહેવું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ કહ્યું કે,”આ નકલી ઉત્પાદન ભારત (એપ્રિલ 2023) અને તુર્કી (જુલાઈ 2023)માં મળી આવ્યું છે અને તેને નિયંત્રિત અને અધિકૃત ચેનલોની બહાર સપ્લાય કરવામાં આવ્યું હતું.” તેઓ કહે છે કે ડેફિટેલિયોના મૂળ ઉત્પાદકે પુષ્ટિ કરી છે કે એલર્ટ સંદર્ભિત ઉત્પાદન ખોટું છે.
WHO દ્વારા આપવામા આવેલી માહિતીના આધારે, ડ્રગ કંટ્રોલરે કહ્યું કે અસલી દવાઓ જર્મની અને ઓસ્ટ્રિયામાં પેક કરવામાં આવી હતી, જ્યારે નકલી વર્ઝન યુકે અને આયર્લેન્ડમાં પેક કરવામાં આવી હતી.
ડબ્લ્યુએચઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, ડ્રગ કંટ્રોલરે કહ્યું કે અસલી દવાઓ જર્મની અને ઑસ્ટ્રિયામાં પેક કરવામાં આવી હતી, જ્યારે નકલી વર્ઝન યુકે અને આયર્લેન્ડમાં પેક કરવામાં આવી હતી.
આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ દવાઓમાં બતાવવામાં આવેલી એક્સપાયરી ડેટ ખોટી છે અને તે રજિસ્ટર્ડ શેલ્ફ લાઈફ સાથે મેળ ખાતી નથી. આ સાથે ઉત્પાદનને ભારતમાં અને તુર્કીમાં માર્કેટિંગ અધિકૃતતા નથી.
DCGIએ એબોટ એન્ટાસિડ ડાયઝિન જેલને શા માટે ચેતવણી આપી?
થોડા દિવસો પહેલા, ડ્રગ રેગ્યુલેટરી બોડી, DCGI, એબોટ ઈન્ડિયાની ગોવા ફેસિલિટીમાં બનેલી ડાઈઝિન જેલના ઉપયોગ સામે ચેતવણી આપી હતી. લોકપ્રિય એન્ટાસિડ ડાઈઝિન જેલના કેટલાક બેચને તેની મૂળ કંપની એબોટ ઈન્ડિયા દ્વારા બદલાતા રંગની સાથે દુર્ગંધની ફરિયાદને પગલે પાછા બોલાવવામાં આવ્યા છે.
એક ગ્રાહકે ફરિયાદ કરી હતી કે ડાયઝિન જેલ મિન્ટ ફ્લેવરની એક બોટલનો સામાન્ય મીઠો સ્વાદ અને આછો ગુલાબી રંગ હતો, જ્યારે તે જ બેચની બીજી બોટલ કડવો સ્વાદ અને તીખી ગંધ સાથે સફેદ રંગની હતી.
આ પણ વાંચો: Panchmahal/ ભાજપના ધારાસભ્યએ છંછેડ્યો વિવાદ: કહ્યું-“સ્વામિનારાયણ સંપ્રદાય એ પૈસા ભેગી કરવાની સંસ્થા છે”
આ પણ વાંચો: RSS Chief/ ‘જ્યારે મને Z-પ્લસ સુરક્ષા આપવામાં આવી…’, RSS ના વડા મોહન ભાગવતે પુણે રેલવે સ્ટેશનનો સંભળાવ્યો રસપ્રદ કિસ્સો
આ પણ વાંચો: India-Saudi Arabia/ ઇકોનોમિક કોરિડોરની જાહેરાતથી ખુશ સાઉદી ક્રાઉન પ્રિન્સ, પીએમ મોદી સાથેની બેઠકમાં થઇ આ મહત્વની વાત
