Business News/ કેબિનેટ બેઠકમાં વીમા ક્ષેત્ર માટે મોટા ફેરફારો, FDI 100% સુધી વધારવાનો પ્રસ્તાવ

બિલને મંજૂરી મળે તો વીમા ક્ષેત્રમાં 1999 પછીનો આ સૌથી મોટો ફેરફાર માનવામાં આવશે. સરકાર વીમા ક્ષેત્રમાં રોકાણ વધારવા, રોજગારના અવસર ઊભા થશે.

Trending Business
વીમા ક્ષેત્રે મોટો સુધારો

Business News: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકાર વીમા સુધારા બિલ (Insurance Reform Bill)ને લીલી ઝંડી આપી શકે છે. જો આ બિલને મંજૂરી મળે તો વીમા ક્ષેત્રમાં 1999 પછીનો આ સૌથી મોટો ફેરફાર માનવામાં આવશે. સરકાર વીમા ક્ષેત્રમાં રોકાણ વધારવા, રોજગારના અવસર ઊભા કરવા, વૈશ્વિક કંપનીઓને આકર્ષવા અને વીમા સેવાઓને ગ્રામ્ય સ્તરે પહોંચાડવા માટે સુધારા લાવવા જઈ રહી છે.

FDI 74% થી વધારીને 100% કરવાની તૈયારી

હાલમાં વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 74 ટકા છે. નવા સુધારા બિલમાં તેને 100 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. જેના કારણે વિદેશી કંપનીઓ ભારતમાં સંપૂર્ણ માલિકી સાથે વીમા વ્યવસાય ચલાવી શકશે, નવું મૂડીરોકાણ આવશે, ટેકનોલોજી અને વૈશ્વિક સ્ટાન્ડર્ડના પ્રોડક્ટ્સ ભારતમાં ઉપલબ્ધ થશે, સ્પર્ધા વધતા ગ્રાહકોને વધુ સસ્તા અને પારદર્શક વીમા પ્રોડક્ટ્સ મળશે

ભારત વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ માટે તેના દરવાજા ખોલવા માટે તૈયાર છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીએ લોકસભામાં સંકેત આપ્યો હતો કે સરકાર FDIની મર્યાદા 100% સુધી વધારવાનો વિચાર કરી રહી છે. નાણાં મંત્રાલય અને સંબંધિત વિભાગો વચ્ચે અનેક સમીક્ષા બેઠકો બાદ હવે આ પ્રસ્તાવ આજે  કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. મંજૂરી મળતાની સાથે જ વીમા અધિનિયમ, 1938માં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે, જેથી આ નિર્ણયને કાયદાકીય આધાર મળી શકે.

100% FDI મુખ્ય શરતો

સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે 100% FDIની મંજૂરી ફક્ત તે વીમા કંપનીઓને જ આપવામાં આવશે જે ભારતમાં પોતાનું સંપૂર્ણ પ્રીમિયમ રોકાણ કરે છે. વૈશ્વિક વીમા કંપનીઓ માટે ભારતમાં પ્રવેશ કરવો અથવા વિસ્તરણ કરવું સરળ બનાવવા માટે હાલના વિદેશી રોકાણના નિયમોને પણ સરળ બનાવવામાં આવી રહ્યા છે. સરકારનો અંદાજ છે કે ભારતીય વીમા ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં 7.1 ટકાની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરી શકે છે, જે ઘણા દેશો અને અન્ય ઊભરતાં અર્થતંત્રો કરતા વધુ ઝડપી છે. 100% FDIને મંજૂરી આપવી લાંબા ગાળાની વિદેશી મૂડી લાવશે, તકનીકી અને નવા ઉત્પાદનોના વિકાસને વેગ આપશે અને બજારમાં સ્પર્ધા વધારશે. આનાથી પ્રીમિયમ માળખું વધુ પારદર્શક બનશે અને ગ્રાહકોને વધુ સારા અને વધુ વિકલ્પો મળશે. બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર, સરકાર આ પગલાને વીમા ક્ષેત્રના વિકાસ અને આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે.

વીમા ક્ષેત્રમાં મોટો સુધારો

શું બદલાશે?

અત્યાર સુધી એક વિદેશી વીમા કંપનીએ ભારતમાં કામગીરી શરૂ કરવા માટે ભારતીય ભાગીદારને 26% હિસ્સો આપવો પડતો હતો. નવા કાયદામાં આ જોગવાઈને દૂર કરવામાં આવશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે આ એક “સક્ષમ જોગવાઈ” છે જેના દ્વારા વિદેશી કંપનીઓ મુક્તપણે રોકાણ કરી શકે છે.

હાલમાં ભારતમાં 57 વીમા કંપનીઓ કાર્યરત છે. 24 જીવન વીમા કંપનીઓ અને 34 બિન-જીવન વીમા કંપનીઓ છે. આમ છતાં, વીમા કવરેજ માત્ર 3.7% છે. નાણાકીય વર્ષ 24 માં જીવન વીમા કવરેજ 2.8 ટકા અને બિન-જીવન 0.9 ટકા હતું. સરકારનું માનવું છે કે આ અછતને દૂર કરવા માટે વિદેશી મૂડી અને કુશળતાને મોટી તક આપવી જરૂરી છે.

સુધારાઓ કેવી રીતે આગળ વધશે?

નાણાં મંત્રાલયે પહેલેથી જ ભારતીય વીમા કંપનીઓના સુધારા નિયમો, 2025 નો મુસદ્દો બહાર પાડ્યો છે. જો કે, વીમા કાયદા બિલ, 2024 હજુ સંસદમાં રજૂ થવાનું બાકી છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે. વર્ષ 2024ના અંત સુધીમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો જીવન વીમા કંપનીઓમાં 47.82 ટકા, ખાનગી ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓમાં 40.8 ટકા અને એકલ સ્વાસ્થ્ય વીમા કંપનીઓમાં 29.46 ટકા હતો. સરકારનો અંદાજ છે કે 100% FDI લાગુ થયા પછી આ રોકાણ વધુ વધશે અને લાંબા સમય સુધી સ્થિર રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રિયલ એસ્ટેટ પર LTCG કરની જોગવાઈમાં સુધારો, ફાઇનાન્સ બિલ 2024 લોકસભા દ્વારા મંજૂર

આ પણ વાંચો:GST કાઉન્સિલ જીવન, સ્વાસ્થ્ય વીમાની ટેક્સ ટ્રીટમેન્ટ પર નિર્ણય લઈ શકે છે

આ પણ વાંચો:‘આવતા અઠવાડિયે આવકવેરા સરળીકરણ પર બિલ લાવશે, ટેરિફને પણ સરળ બનાવાશે’: નિર્મલા સીતારમણ