Not Set/ દુબઈમાં મીકા સિંહની ધરપકડ થઇ, મોડેલે લગાવ્યો આરોપ

બોલિવૂડ સિંગર મીકા સિંહને બ્રાઝીલનીએક મોડલ સાથે છેડતી અને અશ્લીલ તસ્વીરો મોકલવાના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈપોલીસે ધરપકડ કરી છે. દુબઈ પોલીસે એ વાતને સમર્થન આપ્યું છેકે, તેમણે મીકાની ધપકડ કરી છે. મીકાના મિત્રો પણતેને છોડાવાના પ્રયાસો કરી રહ્યા છે.  મીકા સિંહ પર બ્રાઝીલની 17 વર્ષની એક મોડલે ફરીયાદ કરી હતી કે તેમણે અશ્લીલ તસવીરો […]

Trending Entertainment

બોલિવૂડ સિંગર મીકા સિંહને બ્રાઝીલનીએક મોડલ સાથે છેડતી અને અશ્લીલ તસ્વીરો મોકલવાના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈપોલીસે ધરપકડ કરી છે.

દુબઈ પોલીસે એ વાતને સમર્થન આપ્યું છેકે, તેમણે મીકાની ધપકડ કરી છે. મીકાના મિત્રો પણતેને છોડાવાના પ્રયાસો કરી રહ્યા છે. 

મીકા સિંહ પર બ્રાઝીલની 17 વર્ષની એક મોડલે ફરીયાદ કરી હતી કે તેમણે અશ્લીલ તસવીરો મોકલી છે.આમોડેલનું કહેવું છે કે મિકા એ તેને વોટ્સ અપ પર કેટલીક અશ્લીલ તસ્વીરો મોકલી હતીજેનાથી તેની ગરિમાને ઠેસ પહોંચી હતી.

https://twitter.com/bombaytimes/status/1070703012216135681

મીકા સિંહની બુધવારે મોડી રાત્રે ત્રણ કલાકે સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. યુવતીએ મિકા સિંહ પર આરોપ લગાવ્યા છે કે એ તેને વાંધાજનક ફોટા મોકલતો હતો. મીકા પોતાના એક સિંગિંગ પરફોર્મન્સ માટે દુબઈમાં ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2015માં દિલ્હીમાં  એક કોન્સર્ટ દરમિયાન એક ડોક્ટરને લાફો મારવાની ઘટનામાં પણ પોલિસે મિકાની ધરપકડ કરી હતી. મિકાએ સ્થાનિક આંબેડકર હોસ્પિટલના આંખના ડો. શ્રીકાંતને એટલો જોરથી લાફો માર્યો હતો કે આ ડોક્ટરને ડાબા કાનના અંદરના ભાગે ઈજા પહોંચી હતી.