પ્રિયંકા ચોપરા અને નિક જોનસ જોધપુરમાં થયેલ ભવ્ય લગ્ન સમારોહમાં એક બીજાના થઇ ચુક્યા છે. આ પછી, બંનેના મેરેજના ફોટા પણ સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જેમાંબંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. જોધપુરમાં, પ્રિયંકાએ પહેલા ક્રિશ્ચયન રિતી-રિવાજથી લગ્ન કર્યા હતા અને પછી હિન્દુવિધિવિધાનથી લગ્ન કર્યા હતા.હવે પ્રિયંકાએ સોશિઅલ મીડિયા પર તેના નામ સાથે નિકનુંજોડી દીધું છે.
પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર તેના નામનીસાથે નિક નામ પર લગાવ્યું છે અને હવે તે ‘પ્રિયંકા ચોપરા જોનસ’ થઇ ગઈ છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન લાંબાસમયથી ચર્ચામાં છે. લગ્નના ફોટો સામે આવ્યા પછી તે દરેક બાજુએ છવાઇ ગયા છે. જોધપુરમાંથયેલ આ ભવ્ય લગ્ન વિશે દરેક જણ ચર્ચા કરે છે. લગ્ન પછી, પ્રિયંકા અને નિકે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી આપી હતી, જેમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહ્યા હતા.
