અમદાવાદ,
2018ના અંતની શરૂઆત થઇ ગઇ છે.ડિસેમ્બર મહિનાની 16 તારીખે સુર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે,જ્યારે 23 ડિસેમ્બરે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે.આ બંનેના રાશિ પરિવર્તનની અસર જુદી જુદી રાશિ પર જુદી જુદી અસર પડશે.અહીં એ દર્શાવ્યું છે કે ગ્રહોના રાશિ પરિવર્તનની જુદી જુદી રાશિઓ પર શું અસર પડશે.
અહીં 16 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી કઇ રાશિનું કેવુ ફળ રહેશે તે જણાવ્યું છે.
મેષ (અ.લ.ઈ) – દિવસો સામાન્ય રહેશે.મોટા કામનું આગોતરૂ આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે.મિત્રો થકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે.આરોગ્યની કાળજી લેવી.માથા કે પેટનો દુખાવો થઇ શકે છે.
વૃષભ (બ.વ.ઉ) – આ દિવસોમાં ઉતાવળે કામ લેવું નહી.ગુસ્સા પર કાબુ રાખવો.ગણતરીપુર્વક કામ કરશો તો ધાર્યુ કામ થશે.નવા કામની તક ઉભી થાય.વડીલો સાથે શાંતિપુર્વક વર્તવું.વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ) – આ દિવસોમાં સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે. એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી.વણમાંગી સલાહ કે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
કર્ક (ડ.હ) – મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે.ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય.સંપત્તિ અંગે કોઇ જુના સોદા થવાની શક્યતા છે.સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
સિંહ (મ.ટ) – ઘરમાં કોઇ સારો પ્રસંગ આવી શકે અને ખર્ચ પણ વધી શકે છે.આવક કરતાં ખર્ચો વધુ થતો હોય તેવું લાગે. મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતા કાર્ય થઈ શકે છે.કોઇ મોટા રોકાણની પણ તક છે.શરદી-ખાંસીથી સંભાળવું.
કન્યા (પ.ઠ.ણ) – સામાન્ય દિવસો જશે.મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરશે.કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થઇ શકે છે.સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ જે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે.વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે,.ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું
તુલા (ર.ત) – દિવસો આનંદમાં જઇ શકે છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે. ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે. નવી ઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે.વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
વૃશ્ચિક (ન.ય) – આરોગ્યની રીતે સંભાળવું.પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ ખાસ સાચવવું.પરિવારમાં મનદુખ થઇ શકે છે.અચાનક નવી તકલીફો ઉભી થઇ શકે છે.મહાદેવની પુજાથી ઘણો ફરક પડશે.
ધન (ભ.ધ.ફ.ઢ) –નવી નોકરીની તકો ઉભી થાય.મકાન કે સંપત્તિ પરિવર્તનના યોગ છે.રૂપિયા કમાવવાની લાલચે ખોવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખવું.શેર-સટ્ટામાં સંભાળીવું.
મકર (ખ.જ) – કાયદાકીય પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતા ઓછી થાય. નોકરીમાં ફાયદો. આવકનું પ્રમાણ જળવાઈ રહે.શરદી-ખાંસીનું ધ્યાન રાખવું.આરોગ્યમાં બેદરકારી નહીં રાખવી.
કુંભ (ગ.શ.ષ )- આકસ્મિક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સારુ રહે. આવકમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન લેશો તો સ્થિતિ સારી થશે.
મીન (દ.ચ.ઝ) – નોકરિયાતવર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે. પ્રમોશનનની તકો ઉભી થાય.પ્રેમ સંબંધો મજબુત બને.આવકનું પ્રમાણ જળવાયેલું રહે.ખોટી ચિંતાથી ઉદ્વેગ થાય પરંતું ઇષ્ટદેવનું સ્મરણ તમને માનસિંક શાંતિ આપે.
આ દિવસોમાં કયા ઉપાયો અજમાવવા
- રોજ સવારે વહેલા ઉઠવું અને સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવવું.સુર્યનમસ્કારથી પણ ફાયદો થશે.
- શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચઢાવવું.શિવસ્તુતિના પાઠ કરવાં.
- સૂર્યાસ્ત સમયે કોઇ હનુમાન મંદિરમાં સરસોના તેલનો દિવો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
- શનિ,રાહુ-કેતુ માટે દર શનિવારે તેલનું દાન કરવું.
- ઘરમાં રોજ સવાર-સાંજ લડ્ડૂ ગોપાળ સામે દિવો કરવો.
શું ન કરવું
ગ્રહોની અશુભ અસરથી બચવા માટે ખરાબ કાર્યો ન કરવાં. કોઇનો અનાદર ન કરવો. કોઇ ગરીબને હેરાન ન કરવો. કાર્યોમાં સફળતા માટે કોઇ બેઇમાની ન કરવી.
