Dwarka News/ દ્વારકાના જામ ખંભાળિયામાં આવેલી સાગર ઇલેક્ટ્રિક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

દુકાનમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

Top Stories Gujarat Breaking News Uncategorized

Dwarka News:દ્વારકા (Dwarka) જિલ્લાના જામ ખંભાળિયા શહેરના કંજર ચોકડી પાસે સાગર ઇલેક્ટ્રિક નામની દુકાનમાં સોમવારે મોડી રાત્રે આગ (Fire) લાગી હતી. આ ઘટનામાં દુકાનની બહાર રાખેલા ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાન બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે, દુકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

આગની આ ઘટના રાત્રે બની હતી.દુકાનમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનું કામ શરૂ કર્યું હતું. લગભગ એક કલાકની મહેનત બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. દુકાનમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક સામાન હોવાને કારણે, આગ ટૂંક સમયમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી ગઈ. દુકાનની બહાર રાખેલા ટીવી અને અન્ય સામાનમાં પણ આગ લાગી હતી, જેના કારણે ઘણું નુકસાન થયું હતું. નુકસાનનો ચોક્કસ આંક હજુ સુધી જાણી શકાયો નથી.ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને આગને નજીકની દુકાનોમાં ફેલાતી અટકાવી હતી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસે ની સરકારી જમીન હડપ કરવાનું કાવતરૂ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈને  રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી 

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ