Gujarat News:ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ સરકારી નોકરીઓ માટે ઇચ્છુક ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. બોર્ડે રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 395 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.
GSSSBની ભરતી માટેની જગ્યાઓ
જેમાં જુનિયર ફાર્માસિસ્ટ 209 જગ્યાઓ,ગ્રંથાલય ક્લાર્કની (Library Clerk) 86 જગ્યાઓ અને સહાયક 100 જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમ, કુલ 395 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આજથી (16 ડિસેમ્બર) શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી ઝુંબેશ રાજ્યના યુવાનો માટે સરકારી સેવામાં જોડાવાની એક ઉત્તમ તક આપે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મેડિકલ સર્વિસીસ ભરતી માટે અલગ MSRB બોર્ડ, સરકાર જાહેર સેવા ભરતીને સરળ અને પારદર્શક બનાવશે
આ પણ વાંચો:ગુજરાત પોલીસની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, આ દિવસે લેવાશે શારીરિક પરીક્ષા
આ પણ વાંચો:અમદાવાદ મનપામાં ઇજનેર વિભાગમાં કરાશે ભરતી, ટેકનીકલ સુપરવાઇઝરની 396 જગ્યા ભરાશે
