Kutch News/ સ્પાઇસજેટની કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સુરક્ષિત લેન્ડિંગ કરાયું

વિમાન મુંબઈ એરપોર્ટ પર સાંજે લગભગ ચાર વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : કંડલા એરપોર્ટથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાન સાથે શુક્રવારે (12મી સપ્ટેમ્બર) મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઉડાન ભરતાની સાથે જ વિમાનનું ટાયર અચાનક તૂટીને નીચે પડ્યું હતું. સદનસીબે વિમાન મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું. કંડલા એટીસીએ પૈડું નીચે પડી જવાની જાણ કરી, ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી. વિમાન મુંબઈ એરપોર્ટ પર સાંજે લગભગ ચાર વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું.

પાયલોટે વિમાનનું ટાયર જમીન પર પડતાની સાથે જ, સમજદારી બતાવી હતા. બાદમાં તેણે વિમાનને મુંબઈના રનવે પર ઉતાર્યું હતું. વિમાનને સુરક્ષિત લેન્ડ કરવા માટે મુંબઈ એરપોર્ટ પર સાંજે 5 વાગ્યા સુધીમાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,’12મી સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાન મુંબઈ તરફ આગળ વધ્યું અને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. આ બનાવ બાદ ટર્મિનલ પર વિમાન પહોંચતા બધા મુસાફરો સુરક્ષિત નીચે ઉતર્યા હતી.’

જોકે, વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે ઉતર્યું. વિમાનમાં ક્રૂ સહિત લગભગ 78 મુસાફરો હતા. તે બધા સુરક્ષિત છે. ઉતરાણ પછી, એરપોર્ટ પર સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. બોમ્બાર્ડિયર DHC8-400માં ટ્રાઇસિકલ લેન્ડિંગ ગિયર સિસ્ટમ છે, જેમાં નોઝ ગિયર પર બે પૈડા અને દરેક મુખ્ય લેન્ડિંગ ગિયર પર બે મુખ્ય પૈડા છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું, ‘કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી અમે પાઇલટને આ અંગે જાણ કરી અને પડી ગયેલી વસ્તુ લાવવા માટે એટીસી જીપ મોકલવામાં આવી હતી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.’

ઉલ્લેખનીય છે કે, સિંગાપોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. ફ્લાઇટમાં સવાર 200થી વધુ મુસાફરોને કેબિન તાપમાનની સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેબિન તાપમાનની સમસ્યાને કારણે જ્યારે તેમને પહેલા વિમાનમાંથી નીચે ઉતારાયા હતા અને પછી લગભગ છ કલાક મોડા પડ્યા બાદ ફ્લાઇટે ઉડાન ભરી હતી. એર ઈન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દિલ્હીથી સિંગાપોર જતી ફ્લાઇટ નંબર AI2380 પ્રસ્થાન પહેલાં કેબિન કૂલિંગ સમસ્યાને કારણે મોડી પડી હતી.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં બે ડમી સ્કૂલ ઓળખી કાઢવામાં આવી

આ પણ વાંચો:મહીસાગરમાં લાઉડસ્પીકર વગાડી સુપ્રીમ કોર્ટના આદેશ ભંગ કરવા બદલ પોલીસનું એકશન

આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના અનેક ગામોમાં ‘નલ સે જલ’ ફક્ત કાગળ પર: કોંગ્રેસ