Ahmedabad News : નેપાળથી અમદાવાદ આવેલા પ્રવાસીઓ સાથે છેતરપિંડીની ઘટના બની છે. ભારતીય દૂતાવાસના અધિકારી તરીકે ઓળખાણ આપીને આરપીઓએ આ છેતરપિંડી કરી હતી. હતી. તેમણે મુસાફરોને વિશ્વાસ અપાવ્યો કે તેઓ તેમને સુરક્ષિત રીતે નેપાળમાંથી ભારતમાં લાવશે. તે માટે તમામ કાગળો, ઓળખપત્રો અને અન્ય દસ્તાવેજો મોબાઈલમાં મોકલવામાં આવ્યા હતા.આ ઠગ પાસે મુસાફરોનું સંપૂર્ણ લિસ્ટ પહેલેથી જ હાજર હતું.
જેમાં સંપર્ક નંબર અને દરેક મુસાફરનું નામ જેવી માહિતી સામેલ હતી. આ કારણે મુસાફરોને શંકા ન ગઈ અને તેઓએ માન્યું કે તેઓ ખરેખર સરકારી અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ઠગોએ મોબાઈલમાં એમ્બેસીની નકલી ઓળખ આપીને પોતાને દૂતાવાસના અધિકારી ગણાવ્યા હતા. મુસાફરો સાથે જેમ રાજકીય નેતાઓ, મંત્રીઓ અને સાંસદો જોડાયેલ છે એવી વિગતો પણ ઠગ પાસે હતી, જેના આધાર પર ઠગે વધુ વિશ્વાસ મેળવ્યો.
આ રીતે દરેક મુસાફર પાસેથી 2800 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા. પરંતુ મુસાફરોને બાદમાંમોકલવામાં આવેલા દસ્તાવેજોમાં ગવર્મેન્ટ શબ્દનો સ્પેલિંગ ખોટો જણાયો હતો. જેને પગલે તેમને શંકા ગઈ હતી. આમ તેમને તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું જણાયું હતું. હવે આ અંગે સમગ્ર મામલે અમદાવાદ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી ચાલી રહી છે.
મુસાફરો અને તેમના પરિવારજનો માટે આ ઘટના ચિંતાજનક બની છે.અંતે લોકોને આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. આવા લોકો સાથે કપોપણ પ્રકારનો વ્યવહાર કરતાં પહેલા બધી ચકાસણી કરવી જોઈએ. જેથી કરીને તમે કોઈ ઠગનો ભોગ ન બનો.
આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ
આ પણ વાંચો:ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામની સમસ્યા અંગે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું
આ પણ વાંચો:વિરમગામની બંધ પડેલી દૂધમંડળીઓ ચાલુ કરોઃ હાર્દિક પટેલ
