Ahmedabad News/ પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ

કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. ગીત પટેલ, કિરણ પટેલ અને હાર્દિક પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે આ કેસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

અગાઉ પણ પાટીદાર આંદોલન સંબંધિત કેસોમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ થઈ ચૂક્યા છે. કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા હવે પોલીસ દ્વારા હાર્દિક પટેલ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના રહેવાસી સાથે 5.91 લાખની છેતરપિંડી કરનારા મહારાષ્ટ્રના આરોપીની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં શાંતિપુરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં મહિના પહેલાં જ નોકરીએ લાગેલા યુવાનનું મોત

આ પણ વાંચો:અમદાવાદમાં વેજલપુરમાં અસામાજિક તત્વોને જાહેરમાં આતંક, રસ્તા પર થઈ મારામારી