Ahmedabad News/ અમદાવાદના રહેવાસી સાથે 5.91 લાખની છેતરપિંડી કરનારા મહારાષ્ટ્રના આરોપીની ધરપકડ

શેરબજારમાં સારા વળતરની લાલચ આપીને ઠગાઈ કરી

Gujarat Ahmedabad

Ahmedabad News : દાણીલીમડામાં રહેતી એક વ્યક્તિને શેરબજારમાં નાણાં રોકવાથી સારૂ વળતર મળશે કહીને રૂ.5.91 લાખની છેતરપિંડી કરનારા શખ્સની દાણીલામડા પોલીસે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે.

આ બનાવની વિગત મુજબ દાણીલામડામાં રહેતા નવીનચંદ્ર કે.ચૌહાણને મહારાષ્ટ્રના થાણેમાંભાયંદર ખાતે રહેતા હર્ષિત એ.અગ્રવાલે શેરબજારમાં નાણાં રોકવાથી સારૂ વળતર મળશે કહીને નવીનચંદ્ર અને તેમના પત્નીના એકાઉન્ટમાંથી રૂ.6,23,320 ટ્રાન્સફર કરાવી ઓનલાઈનથી મેળવી લીધા હતા.

તેમાંથી આરોપી હર્ષિતે રૂ.32,000 નવીનચંદ્રને પરત આપ્યા હતા.બાકીના રૂ. 5,91,230 પરત ન કરીને છેતરપિંડી કરી હતી.આ અંગે ફરિયાદ નોંધાતા દાણીલીમડા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લઈને અમદાવાદ લાવી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણા-બનાસકાંઠામાં ભારે વરસાદે વેર્યો વિનાશ, શાળાઓ બંધ અને લોકોને સ્થળાંતર કરાવાયા…

આ પણ વાંચો:  Banaskantha News/બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા: બનાસ નદીમાં યુવક ફસાયો, જુએ છે મદદની રાહ