gujrat news/ ગુજરાતના 75 તાલુકાઓમાં વરસાદી માહોલ, પંચમહાલ-દાહોદમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ

ગુજરાતમાં પ્રી-મોન્સૂન(Rain) એક્ટિવિટીના કારણે છેલ્લા 24 hours માં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે પંચમહાલ-દાહોદમાં ‘રેડ એલર્ટ’ અને અમદાવાદ-વડોદરા સહિત 16 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.

Top Stories Gujarat
Rain

Gujarat Rain Alert: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના (Pre-Monsoon Activity) ભાગરૂપે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 hours માં રાજ્યના 75 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ગોધરા અને જાંબુઘોડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કડી, ઘોઘંબા અને નડિયાદમાં પણ 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે 13 તાલુકાઓમાં 1 થી દોઢ ઇંચ અને અન્ય વિસ્તારોમાં અડધા ઇંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે.

પંચમહાલ અને દાહોદમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા સવારે 7:00 થી 10:00 વાગ્યા સુધીના સમયગાળા માટે નવું ‘નાઉ કાસ્ટ’ (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ નવી આગાહી મુજબ, આગામી 3 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી ભારે વરસાદની(Rain) સંભાવના છે. ખાસ કરીને દાહોદ અને પંચમહાલ જિલ્લા માટે અત્યંત ગંભીર સ્થિતિને જોતા ‘રેડ એલર્ટ’ (Red Alert) જાહેર કરાયું છે, જ્યાં અંદાજે 60 km/h ની ઝડપે તેજ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની (Rain) સાથે-સાથે રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, સાબરકાંઠા, તાપી અને વડોદરા જેવા જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 40 થી 60 km/h ની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે અને 5 થી 15 mm સુધીનો વરસાદ(Rain) વરસી શકે છે. આ ગંભીર ચેતવણીને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને નાગરિકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.

Rain ને લઈને હવામાન નિષ્ણાતની મહત્વની આગાહી

બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ વર્ષના ચોમાસાને (Monsoon 2026) લઈને એક મહત્વની આગાહી કરી છે. તેમના મતે, આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે અને આ વર્ષે ચોમાસું પણ થોડું મોડું બેસશે, જેના કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી લાંબી ચાલી શકે છે.


આ પણ વાંચો: રાજ્યમાં અલનીનોની અસર શરૂ, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

આ પણ વાંચો: રાજ્યમાં અલનીનોની અસર શરૂ, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

આ પણ વાંચો: 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી