Ahmedabad News/ અમદાવાદના પેલેડિયમ મોલમાં ભગવા સેનાનો વિરોધ, ક્રિસમસ ટ્રી ઉતારતા હંગામો

અમદાવાદના પેલેડિયમ મોલમાં ક્રિસમસ (Christmas) ટ્રી ઉતારવાના મુદ્દે ભગવા સેના દ્વારા વિરોધ, તોડફોડ અને પોલીસ કાર્યવાહી. નાતાલ ઉજવણીને લઈને ફરી વિવાદ.

Gujarat Ahmedabad Trending
Christmas

Ahmedabad Christmas Controversy : અમદાવાદમાં નાતાલ (Christmas) ની ઉજવણીને લઈને વિવાદ સામે આવ્યો છે. 27 ડિસેમ્બરના રોજ એસજી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકર્તાઓએ પ્રવેશ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચારથી પાંચ જેટલા કાર્યકર્તાઓએ મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી નીચે ઉતારી તોડફોડ કરી હતી.

મળતી માહિતી મુજબ, કાર્યકર્તાઓએ મોલમાં મૂકાયેલા તમામ ક્રિસમસ (Christmas) શણગાર તાત્કાલિક દૂર કરવાની માગ કરી હતી. ઘટનાથી મોલમાં અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા વ્યવસ્થા દોડતી થઈ હતી. મોલ સંચાલન દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે છતાં કાર્યકર્તાઓ પોતાની માગ પર અડગ રહ્યા હતા.

ભગવા સેના કાર્યકર્તાઓની અટકાયત

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભગવા સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પોલીસ દ્વારા શાંતિ જાળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓએ પોલીસ દ્વારા લઈ જતાં સમયે ફરીથી આવવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Christmas

નાતાલ ઉજવણી સામે અગાઉથી વિરોધ

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિયેશન અને ભગવા સેના દ્વારા શાળાઓમાં થતી ક્રિસમસ (Christmas) ઉજવણી અને રજાઓ સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે શિક્ષણમંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી હતી કે સ્કૂલોમાં નાતાલની ઉજવણી બંધ કરવામાં આવે અને રજાઓ ન આપવામાં આવે.

નાતાલ (Christmas)-નવા વર્ષની ઉજવણી પર વિવાદ

દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન મોલ, જાહેર સ્થળો અને સંસ્થાઓમાં ક્રિસમસ ટ્રી, સાંતાક્લોઝ અને લાઇટિંગથી શણગાર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં થયેલી આ ઘટનાએ નાતાલની ઉજવણીને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમા સ્વેટરને લઈ દબાણ મુદ્દે 9 શાળાઓને DEOની નોટિસ

આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમદવાદની અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલે કર્યું વિધાર્થીઓને શાળામાંથી જ સ્વેટર ખરીદવાનું દબાણ!