Rajkot News/ કબરાઉધામના મણિધરબાપુએ ચરણસ્વામીની ટિપ્પણી પર ઉગ્ર સ્વરૂપ કર્યું ધારણ, કહ્યું કે, ‘આ એસેમ્બલ કંપની હરામનું ખાય બફાટ કરે છે, આ લોકો ને દાન દેવાનું બંધ કરો’

નીલકંઠ ચરણસ્વામીની શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કબરાઉધામના ગાદીપતિ ઉગ્ર થઈને બોલ્યા, ‘આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય બફાટ કરે છે, પૈસા આપવાનું બંધ કરો’ ‘આને કોઈ કહેવાવાળું નથી?’….

Gujarat Top Stories Rajkot

Rajkot News : સ્વામીના નિવેદન પર કબરાઉ ધામના ગાદીપતિ મણિધરબાપુ બગડયા છે. તેને સ્વામીનારાયણ સંતોને કલાસ લીધો અને ઉગ્ર થયા છે. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણીધરબાપુએ આ ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. મણીધરબાપુએ નીલકંઠ ચરણસ્વામીના નિવેદનને ટાંકીને કહ્યું કે, “આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ ફાવે તેમ બફાટ કરે છે, તેમને પૈસા આપવાનું બંધ કરો.”

મણીધરબાપુએ જણાવ્યું હતું કે, આ સ્વામીનારાયણ સંપ્રદાયનો બફાટ ચલાવી લેવામાં નહીં આવે, તેના સામે યોગ્ય પગલાં લેવાની જરૂર તેને જણાવી હતી. ઉગ્ર થઈને કહ્યું કે,  “હું મોગલધામ કબરાઉથી ચારણઋષિ કહું છું કે, સનાતન ધર્મને જે ધક્કો પહોંચાડ્યો છે, તેને હું આતંકવાદી કહું છું. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટું કોઈ નથી. હું આને કંપની કહું છું. આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ આવે તેમ બફાટ કરે છે. શું લખી રહ્યા છે? શું આ તેમના ઘરનો ધંધો છે? શું કોઈ કાયદો નથી? આમને કોઈ કહેવાવાળું નથી? માં મોગલની કૃપાથી બાપુએ આદેશ આપી દીધો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “તમામ સાધુ-સંતોને કહેવામાં આવ્યું છે કે, બાપ તમે અનુષ્ઠાનમાં બેસી જાઓ. જ્યાં સુધી આપણા શંકરાચાર્યની સામે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પાસે માફી ન માંગે, લેખિતમાં ન આપે, ત્યાં સુધી આમને માફ કરવાના નથી. અનુષ્ઠાનમાં નાના-મોટા બધા સાધુઓએ બેસી જવાનું છે. હું બુધવારે બેસવાનો છું. જરૂર પડે તો ધર્મ માટે ખપી જવા માટે તૈયાર છું. અમારા માટે બે વસ્તુ છે. સુધારાના બે શબ્દો આપીએ કાં તો લડાઈ કરીએ. અમે તલવાર પણ ઉપાડીએ એ તાકાત છે, કારણ કે અમારી માએ પણ ધર્મ માટે યુદ્ધ કર્યું છે.”

મણીધરબાપુએ અઢારેય વર્ણને આદેશ આપતા કહ્યું કે, “આ એક બાપુનો અઢારેય વર્ણને આદેશ છે. પોતાની નાની લીટી મોટી કરવા બેઠા છે. હરામનું ખાય ખાય, પૈસા આપવાનું બંધ કરો. કરોડોના મંદિરો બાંધી જેમ આવે તેમ બફાટ કરે છે. ઈશ્વરથી મોટું દુનિયામાં કોઈ નથી. મારે વહેલા અનુષ્ઠાનમાં બેસવું હતું, પરંતુ ધાર્મિક કામ હોવાથી હું મોડો અનુષ્ઠાનમાં બેસવાનો છું. સમય આવે અન્નત્યાગ પણ કરીશ. સ્વામિનારાયણના મંદિર સામે કાં મોગલધામના પટમાં બેસી જઈશ. દુનિયાને ખબર પડી જાય કે ચારણ શું ચીજ છે? કૃષ્ણથી મોટું કોઈ નથી. જય મોગલ, જય મણિધર…”

મણીધરબાપુનું આ નિવેદન નીલકંઠ ચરણસ્વામીની ટિપ્પણી પરની તીવ્ર પ્રતિક્રિયા દર્શાવે છે અને આ મુદ્દો હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયને આર્થિક સહાય બંધ કરવાની અપીલ કરીને મામલાને વધુ ગરમાવો આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદમાં આગળ શું થાય છે.

રાજકોટ (Rajkot)માં સ્વામીનારાયણ સાધુની ભગવાન દ્વારકાધીશ (Dwarikadhish) પર વિવાદિત ટીપ્પણી મામલે સુરત (Surat) વેડ રોડ મંદિરના નીલકંઠ સ્વામીનું વિવાદિત નિવેદન (Controversial comment) સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે મહારાજ કહે અમે દ્વારિકા ગયેલા ત્યારે દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી, મોટું મંદિર બનાવો, ભગવાન અમારી સાથે વડતાલ આવવા નીકળ્યા હતા. દ્વારકાપતિ મહારાજને કહે આપ કોઈ મોટું ધામ કે વિશાળ મંદિર બનાવો, દ્વારકાધીશ કહે તો મારી ઈચ્છા છે કે ત્યાં મારે નિવાસ કરવો છે. સચિદાનંદ સ્વામી આગળ દ્વારકાધીશ સ્વયં પ્રગટ થયા હતા તેમ નીલકંઠ સ્વામીએ ટિપ્પણી કરી છે. દ્વારકાધીશ સ્વયં એક સ્વરૂપે સ્વામી સાથે વડતાલ આવવા નીકળ્યા હતા તેવી ટિપ્પણી કરતા ફરીથી વિવાદ વકર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણના હરિભક્તના નિવેદનને લઈ સગર સમાજમાં રોષ, કલેકટરને આપ્યું આવેદન, ‘પ્રબોધ સ્વામીએ મહાકુંભમાં ગંગાના પ્રવાહને પવિત્રતા આપી’ તેમ કહ્યું હતું

આ પણ વાંચો: સ્વયંમ દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા અને કહ્યું…

આ પણ વાંચો: રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં, દ્વારિકાધીશ વિશે ટિપ્પણી કરતા ભક્તોમાં રોષ