Rajkot News: રાજકોટ (Rajkot)માં સ્વામીનારાયણ સાધુની ભગવાન દ્વારકાધીશ (Dwarikadhish) પર વિવાદિત ટીપ્પણી મામલે સુરત (Surat) વેડ રોડ મંદિરના નીલકંઠ સ્વામીનું વિવાદિત નિવેદન (Controversial comment) સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે મહારાજ કહે અમે દ્વારિકા ગયેલા ત્યારે દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી, મોટું મંદિર બનાવો, ભગવાન અમારી સાથે વડતાલ આવવા નીકળ્યા હતા.
દ્વારકાપતિ મહારાજને કહે આપ કોઈ મોટું ધામ કે વિશાળ મંદિર બનાવો, દ્વારકાધીશ કહે તો મારી ઈચ્છા છે કે ત્યાં મારે નિવાસ કરવો છે. સચિદાનંદ સ્વામી આગળ દ્વારકાધીશ સ્વયં પ્રગટ થયા હતા તેમ નીલકંઠ સ્વામીએ ટિપ્પણી કરી છે. દ્વારકાધીશ સ્વયં એક સ્વરૂપે સ્વામી સાથે વડતાલ આવવા નીકળ્યા હતા તેવી ટિપ્પણી કરતા ફરીથી વિવાદ વકર્યો છે.
રાજકોટમાં જલારામ (Jalaram) બાપાનો વિવાદ માંડ શમ્યો હતો ત્યારે હવે વધુ એક ભગવાન પર ટિપ્પણી (Comment) કર્યાનું સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ વિશે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે…? તેવો ઉલ્લેખ કરાતા વિવાદ વકર્યો છે. પુસ્તકમાં લખ્યું છે કે, શ્રીમંત રાવસાહેબના ભાઈ આબાસાહેબ પણ ચારિત્ર્યવાન સત્સંગી હતા અને નિત્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનાં દર્શન સેવા સમાગમનો લાભ લેતા. એક વખત તેમણે સ્વામીને પૂછવું જે, ‘સ્વામી! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારકાની યાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું ? ત્યાં મને ભગવાન દર્શન આપશે ?’ ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ‘ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય ? જો તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવાં હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’
જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyanprakash Swmai)એ વધુમાં જણાવ્યું હતું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની લાંબા સમય સુધી સેવા કરી હતી, અને તેમને દાળ-બાટીનો પ્રસાદ પણ ખવડાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ નિવેદનોએ જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ જગાવ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વીડિયો વાયરલ
આ પણ વાંચો:વીરપુર જલારામ બાપા વિશે ટિપ્પણી મામલે સાંસદ પરિમલ નથવાણીએ X પર કરી પોસ્ટ