પ્રેરણા/ સુરેન્દ્રનગર શહેરના મુસ્લિમ યુવાનોનું પ્રેરણાદાયક કાર્ય

સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર-રતનપર તેમજ સુરેન્દ્રનગરની શાકમાર્કેટમાં ફ્રુટનો વ્યવસાય કરતા અને રોજે રોજનું લાવી અને રોજનું ખાતા એવા મુસ્લિમ યુવાનનું પ્રેરણાદાયી કાર્ય સામે આવ્યું છે

Gujarat

– પતરાવાળી હોટલ પાસે આવેલા સ્ટેન્ડમાં પ્રજાપતિ જ્ઞાતિના વૃધ્ધ બિમારીથી પીડાઇ રહ્યાં છે ત્યારે મુસ્લિમ યુવાન વૃધ્ધની વહારે આવ્યા

સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર-રતનપર તેમજ સુરેન્દ્રનગરની શાકમાર્કેટમાં ફ્રુટનો વ્યવસાય કરતા અને રોજે રોજનું લાવી અને રોજનું ખાતા એવા મુસ્લિમ યુવાનનું પ્રેરણાદાયી કાર્ય સામે આવ્યું છે. મુસ્લિમ યુવાને પોતાના નાતજાતનો ભેદ-ભાવ ભૂલી અને રીબાઈ રહેલા અને કણસતા વૃદ્ધની દયનીય હાલત જોઈ અને આ વૃદ્ધ એટલી બધી ગંભીર અવસ્થામાં છે કે, પોતે શારીરિક અને માનસિક રીતે પોતાનું સંતુલન પણ ગુમાવી બેઠા છે. ત્યારે આ વૃદ્ધાને કાઈ પણ દુનિયાદારીનુ ભાન નથી. ત્યારે આ મુસ્લિમ યુવાન આ વૃદ્ધાને કણસતા જોઈ અને પોતાની માનવસેવા યાદ કરી નાતજાતના ભેદભાવ ભુલીએ અને પ્રથમ તો ઘરેથી ગોદડું અને ઓઢવાનું લાવી અને તેમને વ્યવસ્થિત રીતે સુવડાવ્યા અને આ વૃદ્ધા કોણ છે ? તેની તપાસ હાથ ધરી હતી.

ત્યારે મુસ્લિમ યુવાન તાત્કાલિક અસરે આ વ્યક્તિને ન્યાય મળે અને તેની સારવાર થાય તેવી રજૂઆત કરી. ત્યારે આ મુસ્લિમ યુવાન ફકરૂદ્દીનભાઈ પોતે મિલની ચાલી પાસે રહે છે. અને ફ્રુટનો વ્યવસાય કરી લારીમાં અને તેનું ગુજરાન ચલાવે છે. પોતે ભલે નાના વર્ગનો છે, પરંતુ તેનું મન મોટું છે. આ ફકરૂદ્દીનભાઈ આ વૃદ્ધની તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વૃદ્ધાનું નામ મગનભાઈ છે અને પોતે જોરાવરનગર હનુમાન ચોકમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતુ. પરિવારમાં બે પુત્રો છે પરંતુ મગનભાઈને ન રાખતા હોવાનું પણ જાણવા મળ્યું ત્યારે ફકરૂદ્દીનભાઈએ તપાસ કરી જણાવ્યું કે, આ મગનભાઈ પ્રજાપતિ જ્ઞાતિના છે અને વર્ષો પહેલા કપ-રકાબી વેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને જોરાવનગરના હનુમાન ચોકમાં રહેતા હતા.

અત્યારે પોતાની ઉંમર એટલી બધી થઈ ગઈ છે કે, પોતે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા છે. અને પોતે ચાલી પણ શકતા નથી. અને પોતે બે શુદ્ધ હાલતમાં પતરાવાળી ચોકના ધ્રાંગધ્રા બસસ્ટેન્ડમા બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે જાણકારી મળી ત્યારથી પોતાના ઘરેથી પોતે ભોજન લઇ અને પોતે બે ટાઈમ જમાડે છે. ત્યારે તેમણે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ સેવાભાવી હોય અને વૃદ્ધની સારવાર કરાવે અને વૃદ્ધાશ્રમમાં રહેવા માટેની વ્યવસ્થા કરાવે તેવી ફકરૂદ્દીનભાઈએ માંગણી કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વ્યકિત જોરાવરનગર ખાતે રહે છે. અને બીજો પુત્ર વિપુલભાઈ અમદાવાદ ખાતે રહે છે. ત્યારે ત્યાં ને ત્યાં જ ફૂટ નો ધંધો કરતા અને પૂછપરછ કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી આ વૃદ્ધા આના જગ્યા ઉપર પડ્યા છે. અને જેમને કોઇ પણ ભાન નથી અને આ રીતે કણસી રહ્યા છે. ત્યારે આ મુસ્લિમ યુવાન ફકરૂદ્દીનભાઈ આ મગનભાઈને આ રીતે જોતાં પોતાના દિલમાં જાતનો ભેદ-ભાવ ભૂલી અને મગનભાઈની સેવા ચાકરી કરવાની શરૂ કરી છે.

હાલમાં થોડાક દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતનો માહોલ કોમી આવી ત્યારે આ ફકરૂદ્દીન ભાઈનું સેવાકીય કાર્ય જોઈ અને કોઇપણ નાતજાતના ભેદભાવ વગર પોતાના દિલથી મગનભાઈની સેવા કરી રહ્યા છે. અને પોતે માનવતા ધર્મ બજાવતા હોય તેવો પણ લોકો જોઈ રહ્યા છે. ત્યારે એક ગીતની પંક્તિ “ના હિન્દુ બનેગા, ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા” આ પંક્તિને ફકરૂદ્દીનભાઈ સાર્થક કરી રહ્યા છે. તેવું આજુબાજુમાં જોતા લાગી રહ્યું છે.

હાલમાં મગનભાઈ પોતાની પીડામાં કણસી રહ્યા છે. ત્યારે પોતે પ્રજાપતિ સમાજના છે. અને પ્રજાપતિ સમાજમાં પણ પ્રજાપતિ જ્ઞાતિમાં ઘણા બધા દાનવીરો અને મોટા મોટા ગજાના પ્રજાપતિ સમાજમાં પણ હાલમાં પડ્યા છે. અને ઘણીવાર જોવા પણ મળતા હોય છે. ત્યારે આ પ્રજાપતિ સમાજના મગનભાઈને પોતાના બે પુત્રો હોવા છતાં પણ આવી પરિસ્થિતિમાં જોઈ અને કોઈ પણ માણસનુ હૃદય કંપી ઉઠે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ત્યારે પ્રજાપતિ સમાજના આગેવાનો આગળ આવી અને આ મગનભાઈની સારવાર કરાવેને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાવે તેવી હાલમાં આ વિસ્તારમાં ધંધો કરતા પગીભાઈ અને ફકરૂદ્દીનભાઈની માંગણી છે. જો આ વ્યવસ્થા નહીં થાય તો થોડા દિવસ પછી મગનભાઈ પ્રાણ તજી દે તો પણ નવાઈની વાત નહીં.