Vapi News/ Vapi : પત્નીની હત્યાનાં કેસમાં પતિને ફાંસી: વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Vapi Courtએ આરોપી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માને ફાંસીની સજા ફટકારી છે

Top Stories Gujarat Others
Vapi Court

Vapi News : વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં સપ્ટેમ્બર 2021માં બનેલી ક્રૂર પત્ની હત્યાના કેસમાં વાપી સેશન્સ કોર્ટે આરોપી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માને ફાંસીની સજા ફટકારી છે. ચારિત્ર પર શંકા રાખી કરાયેલી આ નિર્દય હત્યાને કોર્ટએ ‘રેસ્ટ ઓફ ધ રેર’ ગણાવી કડક ચુકાદો આપ્યો છે.

Vapiમાં ચારિત્ર્યની શંકાએ પતિએ કરી હતી પત્નીની હત્યા

સપ્ટેમ્બર 2021માં Vapiના ડુંગરા વિસ્તારમાં થયેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી, અત્યંત ક્રૂરતાપૂર્વક તેનું ગળું કાપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પત્નીનું કપાયેલું ગળું અને છરો સાથે આજુબાજુના વિસ્તારમાં ફરી રહ્યો હતો, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.

આરોપીએ પત્નીના માથાને ધડથી અલગ કરી ગટરમાં ફેંકી દીધું હતું. પોલીસ તપાસ દરમિયાન મજબૂત પુરાવા, સાક્ષીઓ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે ગુનો સાબિત થયો હતો.

આજે Vapi સેશન્સ કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે આ મહિનામાં વાપી કોર્ટ દ્વારા ફાંસીની સજાનો આ બીજો હુકમ છે. થોડા દિવસો અગાઉ બાળકીની હત્યા અને દુષ્કર્મના એક અન્ય કેસમાં પણ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

Vapiમાં અગાઉ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા ફટકારી હતી

અગાઉ Vapiમાં શ્રમજીવી પરિવારની માત્ર 6 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી 42 વર્ષના રઝાક સુભાન ખાનને ગુનેગાર ઠેરવીને કોર્ટે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આ નિર્ણય પીડિત પરિવાર માટે 18 મહિના પછી મળેલા ન્યાયની જીત છે, જેમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને કોર્ટની ઝડપી તપાસની કલમોની પ્રશંસા થઈ રહી છે.

આ ઘટના 23 ઓક્ટોબર 22023ની છે, જ્યારે વાપીના શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી બહાર રમવા ગઈ હતી અને આ વિસ્તારનો રહેવાસી આરોપી રઝાક સુભાન ખાને તેને ચોકલેટની લાલચ આપીને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેના વિરોધને કારણે તેની હત્યા કરી દીધી હતી. આરોપીએ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેનું મૃતદેહ ઝાડીમાં જ છોડી દીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દુષ્કર્મના કેસના આરોપીઓને ફાંસીની સજા અપાય છે, માત્ર ન્યાય નહી ઝડપી ન્યાય મળે છે: હર્ષ સંઘવી

આ પણ વાંચો: વાપીમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા

આ પણ વાંચો: 10 વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરના જઘન્ય ગુનામાં માત્ર 72 દિવસમાં ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી