Valsad News : એક શ્રમજીવી કુટંબની 6 વર્ષની માસુમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનારા આરોપીને વલસાડ જિલ્લાના વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આમ કોર્ટે ફાંસીની સજા ફટકારીને સમાજમાં મજબૂત દાખલો બેસાડ્યો છે. બીજીતરફ આ ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માત્ર ન્યાય નહી ઝડપથી ન્યાય મળે છે એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી.
ગુજરાતમાં હવે માત્ર ન્યાય નહી ઝડપથી ન્યાય મળે છે, એમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી હતી. અમારી મહિલા સુરક્ષા માટે ઝીરો ટોલરન્સ નીતિ હોવાનું તેમણે જણાવ્યું હતું.
•दो साल पहले वलसाड़ के एक छोटे से गाँव में एक दर्दनाक घटना हुई थी।
•साढ़े छह साल की मासूम बच्ची के साथ घिनौना अपराध करने वाले रज़ाक सुबान ख़ान को आज माननीय कोर्ट ने फांसी की सज़ा सुनाई है।
•यह अत्यंत ग़रीब परिवार है मज़दूरी करके अपना गुज़ारा चलाते थे।
•घटना के तुरंत बाद… pic.twitter.com/V7ibEr4tYw— Harsh Sanghavi (@sanghaviharsh) December 4, 2025
દરમિયાન મહિલાઓની સુરક્ષા મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવા મુદ્દે હર્ષ સંઘવીએ વલસાડના કેસને ટાંકીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને જવાબ આપ્યો હતો. આ કેસની વિગત મુજબ વલસાડના વાપી ખાતે ચોકલેટની લાલચ આપીને આરોપી બાળકીને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. બાદમાં નરાધમે તેની સાથે દુષ્કર્મ આચરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને દોષિત ઠરાવીને ફાંસીની સજા કરી હતી.

