Gujarat Local Body Election 2026/ સૌરાષ્ટ્ર કચ્છની 2773 બેઠકોમાંથી 2,214 પર ભાજપનો ભગવો લહેરાયો…. જુઓ વિગતવાર પરિણામ

સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 2,773 બેઠકના ચૂંટણી પરિણામમાં ભાજપે 2,214 બેઠક (આશરે 80%) પર ભગવો લહેરાવ્યો છે.

Gujarat Rajkot Breaking News

Gujarat Local Body Election 2026: સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 2,773 બેઠકના ચૂંટણી પરિણામમાં ભાજપે 2,214 બેઠક (આશરે 80%) પર ભગવો લહેરાવ્યો છે. ભાજપનું વર્ચસ્વ ખાસ કરીને મહાનગરપાલિકામાં સ્પષ્ટ છે, જ્યાં તેમણે 380માંથી 349 બેઠક જીતી છે, જ્યારે જિલ્લા પંચાયતમાં પણ 335માંથી 294 બેઠક અને નગરપાલિકામાં 999માંથી 783 બેઠક મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કેટલીક બેઠકો પર થયેલા ઉલટફેર અને વિરોધ પક્ષોના મજબૂત દેખાવે રાજકીય ગરમાવો લાવી દીધો છે. મોરબી, પોરબંદર અને ગોંડલમાં ભાજપની એકતરફી જીત નોંધાઈ છે, જ્યારે જૂનાગઢ અને જસદણમાં વિપક્ષોએ મજબૂત હાજરી નોંધાવી છે.

આ ચૂંટણી પરિણામની હાઈલાઈટ્સમાં જોઈએ તો કોડીનાર તા.પંચાયતમાં કોંગ્રેસના તમામ 12 ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપે ઐતિહાસિક જીત મેળવી તમામ 52 બેઠક પર વિજેતા બની. પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું. તમામ 13 વોર્ડની 52 બેઠક પર ભગવો લહેરાયો.

જામનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો, 16માંથી 15 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની. આ જીત બાદ મંત્રી રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ એકબીજાને ભેટી પડ્યા. ઉલ્લેખનીય છે કે, અગાઉ બંને જાહેરમાં ઝઘડ્યા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છ મનપા પરિણામ

મહાનગરપાલિકા કુલ સીટ જાહેર ભાજપ કોંગ્રેસ આપ  શાસન
રાજકોટ 72 72 65 7 0 ભાજપ
જામનગર 64 64 60 2 2 ભાજપ
પોરબંદર 52 52 52 0 0 ભાજપ
સુરેન્દ્રનગર 52 52 51 1 0 ભાજપ
મોરબી 52 52 52 0 0 ભાજપ
ભાવનગર 52 52 44 8 0 ભાજપ
ગાંધીધામ 52 52 41 11 0 ભાજપ
કુલ 396 396 365 29 2

જિલ્લા પંચાયત પરિણામ

જિલ્લા પંચાયત કુલ સીટ જાહેર ભાજપ કોંગ્રેસ આપ શાસન
રાજકોટ 36 36 34 1 1 ભાજપ
જામનગર 24 24 19 2 3 ભાજપ
જૂનાગઢ 30 30 23 0 7 ભાજપ
પોરબંદર 18 18 18 0 0 ભાજપ
ગીરસોમનાથ 28 28 22 6 0 ભાજપ
દેવભૂમિ-દ્વારકા 22 22 18 3 1 ભાજપ
અમરેલી 34 34 31 1 2 ભાજપ
સુરેન્દ્રનગર 32 32 31 1 0 ભાજપ
મોરબી 24 24 17 7 0 ભાજપ
બોટાદ 20 20 20 0 0 ભાજપ
ભાવનગર 40 40 36 2 2 ભાજપ
કચ્છ 38 38 34 4 ભાજપ
કુલ 346 346 303 27 16

સૌરાષ્ટ્ર-કચ્છ નગરપાલિકા પરિણામ

નગરપાલિકા કુલ જાહેર ભાજપ કોંગ્રેસ આપ શાસન
અમરેલી 44 44 30 13 1 ભાજપ
બાબરા 24 24 22 2 ભાજપ
બગસરા 28 28 22 6 ભાજપ
દામનગર 24 24 17 2 5 ભાજપ
ધારી 28 28 22 6 ભાજપ
સાવરકુંડલા 36 36 25 11 ભાજપ
ભુજ 44 44 28 13 3 ભાજપ
અંજાર 36 36 27 9 0 ભાજપ
માંડવી 36 36 36 0 0 ભાજપ
મુંદ્રા-બારોઈ 28 28 19 9 0 ભાજપ
નખત્રાણા 28 28 24 4 0 ભાજપ
વેરાવળ 44 44 24 20 0 ભાજપ
તાલાલા 24 24 20 4 0 ભાજપ
સૂત્રાપાડા 24 24 24 ભાજપ
ઉના 36 36 36 ભાજપ
સિક્કા 28 28 9 16 3 કોંગ્રેસ
કેશોદ 36 36 33 3 ભાજપ
ખંભાળિયા 36 36 30 6 ભાજપ
જામ રાવલ 24 24 3 21 કોંગ્રેસ
બોટાદ 44 44 40 3 1 ભાજપ
બરવાળા 24 24 23 1 ભાજપ
મહુવા 36 36 24 12 ભાજપ
પાલીતાણા 36 36 34 2 ભાજપ
વલ્લભીપુર 24 24 22 2 ભાજપ
ટંકારા 24 24 18 6 ભાજપ
વાંકાનેર 28 28 21 4 3 ભાજપ
માળિયામીંયાણા 24 24 7 17 કોંગ્રેસ
ગોંડલ 44 44 44 ભાજપ
લીંબડી 28 28 27 1 0 ભાજપ
ચોટીલા 24 24 20 4 ભાજપ
પાટડી 24 24 24 ભાજપ
ધ્રાગંધ્રા 36 36 32 4 ભાજપ
કુલ 1004 1004 787 189 28

સૌરાષ્ટ્ર-કચ્છ તાલુકા પંચાયતના પરિણામ

તાલુકા પંચાયત કુલ સીટ જાહેર ભાજપ કોંગ્રેસ AAP અન્ય
અમરેલી 18 18 16 1 1
લીલીચા 16 16 7 9
લાઠી 16 16 10 2 4 0
બાબરા 18 18 14 1 3 0
કુકાવાવ 16 16 13 3 0
બગસરા 16 16 6 10 0
ધારી 16 16 9 2 5 0
ખાંભા 16 16 12 1 3 0
રાજુલા 20 20 15 4 1
જાફરાબાદ 16 16 14 2 0 0
સાવરકુંડલા 22 22 16 4 1 1
શિહોર 22 22 19 3 1 1
જેસર 16 16 14 2 0 0
વલ્લભીપુર 16 16 6 10
પાલીતાણા 20 20 13 7 0 0
ગારિયાધાર 16 16 11 5
ભાવનગર ગ્રામ્ય 20 20 16 4 0 0
મહુવા 34 34 28 0 3 3
ઘોઘા 18 18 13 5 0 0
ઉમરાળા 16 16 11 3 2 0
તળાજા 32 32 17 13 1 1
રાણપુર 18 18 14 3 0 1
બોટાદ 22 22 19 3 0 1
ગઢડા 22 22 15 4 3 0
બરવાળા 16 16 14 2 0 0
ખંભાળિયા 24 24 22 2 0
કલ્યાણપુર 24 24 9 11 4 0
ભાણવડ 16 16 14 2 0
દ્વારકા 16 16 16
વેરાવળ 22 22 12 10 0 0
ગીર ગઢડા 20 20 17 2 1
તાલાલા 18 18 9 2 7 1
કોડીનાર 24 24 11 12 1
ઉના 26 26 20 6
સૂત્રાપાડા 18 18 13 4 1
ધ્રોલ 16 16 14 2
જોડિયા 16 16 11 3 2 0
જામજોધપુર 18 18 11 7 0
જામનગર 26 26 25 1
લાલપુર 18 18 6 1 11 0
કાલાવાડ 18 18 14 2 2 0
ભેંસાણ 16 16 3 13 0
વિસાવદર 18 18 6 12 0
વંથલી 16 16 10 4 2 0
માંગરોળ 20 20 12 7 1
જૂનાગઢ 18 18 9 9 0
કેશોદ 18 18 10 6 2 0
મેંદરડા 16 16 10 4 3 0
માળિયા હાટીના 20 20 14 2 4 0
માણાવદર 16 16 12 4 0
અબડાસા 18 18 11 7 0 0
અંજાર 20 20 15 5 0 0
ભચાઉ 20 20 19 1 0 0
માંડવી 20 20 16 4 0 0
મુંદ્રા 18 18 10 8
લખપત 16 16 9 7
રાપર 24 24 21 2 1
ભુજ 32 32 21 11
નખત્રાણા 18 18 11 7
મોરબી 22 22 18 3 1
માળિયામીયાણા 16 16 11 2 3 0
ટંકારા 16 16 11 5
વાંકાનેર 24 24 8 15 1
હળવદ 20 20 15 1 4
પોરબંદર 22 22 13 1
કુતિયાણા 16 16 15 1
રાણાવાવ 16 16 16
જામકંડોરણા 16 16 15 1
વીંછિયા 18 18 14 4
પડઘરી 16 16 12 4
લોધિકા 16 16 11 4 1
જેતપુર 20 20 16 1 3 0
ધોરાજી 16 16 12 3 1
રાજકોટ 22 22 19 3
ઉપલેટા 18 18 9 8 1 0
જસદણ 22 22 15 1 6 0
કોટડાસાંગણી 16 16 12 1 3 0
ગોંડલ 22 22 18 4 0
સાયલા 20 20 16 1 3 0
થાનગઢ 16 16 12 1 3 0
ધ્રાગંધ્રા 20 20 17 2 1 0
ચોટીલા 18 18 13 3 2 0
મૂળી 18 18 14 3 1 0
વઢવાણ 16 16 14 2 0
લખતર 16 16 10 6 0 0
દસાડા 22 22 17 5 0 0
લીંબડી 18 18 15 3 0 0
ચુડા 16 16 13 2 1 0
કુલ 1676 1669 1186 279 177 27

જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના દિગ્ગજ અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભેસાણ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ 1700 મતથી પરાજય આપ્યો. રાજકોટ વોર્ડ નંબર 2માં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા (કોંગ્રેસ)ને હારનો સામનો કરવો પડ્યો, ત્યાં ભાજપની આખી પેનલ વિજેતા બની.

જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ 5 બેઠક જીતીને મજબૂત પકડ જમાવી છે, જ્યારે ભાજપને 4 બેઠક મળી છે. જામનગર વોર્ડ નંબર 12માં આપ અને કોંગ્રેસના જે ઉમેદવારો (અસલમ ખીલજી અને અલ્તાફ ખફી) પર ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો અને જેલમાં હતા, તેમનો પણ વિજય થયો. સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં પોલીસકાફલો ખડકી દેવો પડ્યો હતો. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે પણ તું-તું મેં-મેં થઈ હતી.


આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા

આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ

આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો