ગુજરાત માં કોરોના કેસ સતત દિવસે નરે દિવસે વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ પર નિયંત્રણ લાવવા અથાગ પ્ર્યતનો પણ પણ કરવામાં આવી રહયા છે ત્યારે ગુજરાતમાં રાત્રિ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે . આ ઉપરાંત શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે . ત્યારે હવે કોરોનાના કેસ વધતા ગુજરાત ટેક્નોકજીકલ યુનિવર્સિટી દ્વારા 20 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ નહીં રહે, પરંતુ અલગ અલગ વિકલ્પ આપીને પણ સમય પ્રમાણે જ પરીક્ષા લેશે.
આ પણ વાંચોશરૂઆત / લાખોની નોકરી છોડી યુવાનોએ શરૂ કરી સસ્તી હોસ્પિટલ, 20 રૂપિયામાં OPDની સુવિધા
કોરોનાને કારણે 2 વર્ષથી શિક્ષણ પર અસર પડી છે. પરીક્ષા, પરિણામ અને પ્રવેશ સતત અસર થઈ રહી છે. ત્રીજી લહેર શરૂ થતાં જ GTU દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવશે અને PGના કેટલાક કોર્ષમાં ઓનલાઇન ઓન ડિમાન્ડ પરીક્ષા લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અલગ અલગ વિકલ્પથી પરીક્ષા આપી શકશે.
આ પણ વાંચો:બનાસકાંઠા / થરાદ-ધાનેરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત પાંચના કરૂણ મોત
અગાઉ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા 4-5 મહિના મોડી લેવાઈ હતી. જેના કારણે આ વર્ષે યુનિવર્સિટી દ્વારા અગાઉથી જ પરીક્ષા માટે અલગ અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે જેના કારણે પરીક્ષા મોડી નહીં યોજાય. અલગ અલગ વિકલ્પના કારણે વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા પૂર્ણ થશે અને આગળનો અભ્યાસ સમયસર શરૂ થશે.
