બનાસકાંઠા/ થરાદ-ધાનેરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત પાંચના કરૂણ મોત

બનાસકાંઠાના થરાદ ધાનેરા હાઇવે પર  કાર ટ્રેકટર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. બનાવ બન્યો હતો. 

Top Stories Gujarat Others
થરાદ ધાનેરા
  • બનાસકાંઠા અકસ્માતમાં 5 લોકોના મોત       
  • થરાદ-ધાનેરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત
  • પાવડાસણ ગામ નજીક અકસ્માત
  • અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
  • કાર ટ્રેકટર પાછળ ઘૂસી જતા અકસ્માત
  • કાર અને ટેક્ટર વચ્ચે મોડી રાત્રે અકસ્માત
  • મૃતક જડિયાળી-ભકડીયાલ ગામના હોવાનું આવ્યું સામે

ગુજરાતમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એજ માર્ગ અકસ્માતની ઘટના અનેક માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવામાં ખેડાના પરિવાર માટે રવિવારની સવાર કાળમુખી બની છે. બનાસકાંઠાના થરાદ ધાનેરા હાઇવે પર  કાર ટ્રેકટર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. બનાવ બન્યો હતો.

આ પણ વાંચો :ગુજરાતના વધુ એક નેતા થયા કોરોના સંક્રમિત, જાણો હવે કોણ આવ્યું પોઝિટિવ

આ અંગે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠામાં થરાદ- ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટિયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અલટો અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં 3 પુરુષો અને 2 બાળકોનો સમાવેશ થાય છે.  તેમજ મૃતકોના મૃતદેહોને પી એમ અર્થે ધાનેરા રેફરલ ખાતે ખસેડાયા હતા જ્યારે કે, અન્ય 3 ઘાયલોને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમજ મૃતકોના મૃતદેહોને પી એમ અર્થે ધાનેરા રેફરલ ખાતે ખસેડાયા હતા.

મૃતકોના નામ

  • ગેમરાજી જુમાજી 55
  • ટીપુંબેન ભમરજી 7
  • શૈલેષભાઇ ભમરાજી 2
  • રમેશભાઈ બળવંતજી 35
  • અશોકભાઈ ઠાકોર જડિયાળી

મળતી માહિતી મુજબ ખેડાથી પરિવારના સભ્યો ભાખડીયાલ જઇ રહ્યા હતા, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાંજ ધાનેરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને સમગ્ર ઘટનાની જાણ થતા તા તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :RFID ચીપની મદદથી સ્કેન કરી પશુના માલિક અને તેના એડ્રેસ સહિતની તમામ વિગતો મેળવી શકાશે

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9177 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 7 દર્દીઓનાં મોત થયા

આ પણ વાંચો :ઝાલાવાડમાં તારીખ 15 થી 22 દરમિયાન 900થી વધુ લગ્નો , નવી ગાઇડલાઇનથી આયોજનો બદલાયા

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણ થતાંજૂથો બાખડી પડ્યા હતા