ઇન્ડિઅન એરફોર્સની તાકાતમાં વધારો થયો છે. અને ભારતના એરફોર્સમાં ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો ભારત આવી પહોંચ્યા છે.
- UAEની મદદથી એર-ટુ-એર રીફ્યુલિંગ કરાશે
- ભારતીય વાયુસેનામાં 3 રાફેલનો સમાવેશ કરાશે
- જેને કારણે દેશ પાસે કુલ 14 રાફેલ જેટ થશે
- એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ દેશમાં આવી શકે
ભારતીય વાયુસેનાની તાકાતમાં વુદ્ધિ થવા જઈ રહી છે. આજે ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો ભારત આવ્યા. આ ફાઈટર જેટ ગુજરાતમાં લેન્ડ થયા. ફ્રાન્સથી વિદાય થયાં બાદ એમાં UAEની સહાયતાથી એર-ટુ-એર રીફ્યુલિંગ પણ કરાશે.ભારતમાં રાફેલની સંખ્યા હવે વધીને 14 થઈ જશે. અત્યારસુધી ફ્રાન્સથી 11 રાફેલ આવ્યાં છે. સમાચાર એજન્સીનાં સૂત્રોના આધારે જાણવા મળ્યું હતું કે એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ દેશમાં આવી શકે છે. આ ઉપરાંત રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારત આવશે.ત્રણેય નવાં રાફેલને અંબાલામાં તહેનાત કરવામાં આવશે. અહીં રાફેલને પશ્ચિમી સરહદ પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપી કાર્યવાહી હાથ ધરવા માટે તહેનાત કરાશે. રસપ્રદ વાત એ છે કે અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિમી દૂર છે. અંબાલામાં 17મી સ્ક્વોડ્રોન ગોલ્ડન એરોઝ રાફેલનો પહેલો સ્ક્વોડ્રોન હશે.
- ત્રણેય રાફેલને અંબાલા ખાતે તહેનાત કરાશે
- રાફેલ પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ
- રાફેલમાં શક્તિશાળી M-88 એન્જિન લગાવાયું
- રાફેલમાં એડવાન્સ્ડ એવિઓનિક્સ સૂટ પણ છે.
- રાફેલમાં સિન્થેટિક એપરચર રડાર (SAR) પણ સામેલ
- રાફેલનું રડાર સિસ્ટમ 100 કિમીના લક્ષ્યોને શોધી કાઢવા માટે સક્ષમ
- રાફેલ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઇલોથી સજ્જ
રાફેલ લડાકુ વિમાન જેટ્સ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી પણ સજ્જ છે. મીટિયર એવી અત્યાધુનિક મિસાઈલ છે, જે પોતાના ટાર્ગેટને વિઝ્યુઅલ રેન્જની બહાર પણ હુમલો કરીને ઠાર મારી શકે છે. તેની આ જ ખાસિયતને કારણે મીટિયર આખી દુનિયામાં પ્રખ્યાત છે. મીટિયરની રેન્જ 150 કિમી છે. સ્કાલ્પ ડીપ રેન્જમાં ટાર્ગેટને મારવાની ક્ષમતા ધરાવે છે. સ્કાલ્પ લગભગ 300 કિલોમીટર સુધી એના ટાર્ગેટ પર સટીક નિશાનો સાધીને નાશ કરી શકે છે.
