પ્લાસ્ટિકે ભલે આપણું જીવન સરળ બનાવ્યું હોય. પરંતુ હવે પ્લાસ્ટિક એક સમસ્યા બની ગઈ છે. કારણ કે તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં વર્ષો લાગે છે. હવે પ્લાસ્ટિક પૃથ્વી પરના દરેક જીવો માટે ઝેર બની ગયું છે. કેટલાક માણસો એવા છે જે આ ખતરનાક પ્લાસ્ટિકને દરિયા, નદીઓ અને જંગલોમાંથી સાફ કરી રહ્યા છે. જો કે બીજી તરફ એવા લોકો પણ છે જે ગર્વથી પ્લાસ્ટિક ફેલાવી રહ્યા છે. ત્યારે હાલ પ્લાસ્ટિકને પાણીમાંથી બહાર કાઢીને સાફ કરવાનો પ્રયાસ કરતા હંસનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો :દુલ્હાએ આ રીતે સાસુ પર વરસાવ્યો પ્રેમ, પછી જીતી લીધું દુલ્હનનું દિલ – જુઓ વીડિયો
આ વીડિયો IFS ઓફિસર પ્રવીણ કાસવાને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. અત્યાર ત્યાં સુધી આ વીડિયોને 10 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે 700 થી વધુ રીટ્વીટ અને 1000 થી વધુ લાઈક્સ મળી ચુકી છે.
https://twitter.com/susantananda3/status/1481275323090350085?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1481275323090350085%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fswan-cleaning-plastic-waste-from-river-people-were-shocked-to-see-this-1010079.html
આ વીડિયોને શેર કરતા પ્રવીણ લખે છે, ‘એક હંસ તેના પરિવાર માટે અમે જે પ્લાસ્ટિક ફેલાવ્યું છે તેને સાફ કરી રહ્યું છે. કારણ કે તેમને પણ જીવવાનું છે. આપણું પ્રદૂષણ બીજાનું જીવન કેટલું મુશ્કેલ બનાવી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે. તમારી આંખો ખોલો.
હાલમાં આ વીડિયોને લગતી વધુ માહિતી નથી. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારેનો છે? સામે આવી નથી.
આ પણ વાંચો :લગ્નના ફેરા પહેલા દુલ્હને પંડિતજીને કર્યો ફોન, કરી એવી વાત કે સાંભળીને ચોંકી જશો
આ પણ વાંચો :જંગલમાં 6 સિંહણ સાથે નિર્ભયપણે ફરી રહી હતી છોકરી, પછી જે થયું…
આ પણ વાંચો :પહાડ પરથી પડી રહેલા ઝરણાને જોઈને બાળકે કર્યું એવું કે, જોઈને લોકો થઈ ગયા ખુશ
