Not Set/ તરવડામાં આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર,ગામલોકોએ ભેગા મળી રોડનું કામ બંધ કરાવ્યું

જામકંડોરણા, જામકંડોરણાનાં તરવડા ગામમાં આરસીસી રોડના કામમાં મોટા પાય ભષ્ટાચાર થયો હોવાનું માલુમ પડતા સ્થાનિકોમાં ભારે કચકચાટ જોવા મળી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓની મિઠ્ઠી નજર તળે ભષ્ટાચારની આડમાં લોટ પાણી અને લાકડા જેવી કામગીરીને ગામના યુવાનોએ આરસીસી રોડનુ કામ બંધ કરાવી દીધુ. રોડનું કામ બંધ થઈ જતા તરવડા ગામે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર થઈને લોકો […]

Top Stories Gujarat Others

જામકંડોરણા,

જામકંડોરણાનાં તરવડા ગામમાં આરસીસી રોડના કામમાં મોટા પાય ભષ્ટાચાર થયો હોવાનું માલુમ પડતા સ્થાનિકોમાં ભારે કચકચાટ જોવા મળી રહ્યો છે.

ઉચ્ચ અધિકારીઓની મિઠ્ઠી નજર તળે ભષ્ટાચારની આડમાં લોટ પાણી અને લાકડા જેવી કામગીરીને ગામના યુવાનોએ આરસીસી રોડનુ કામ બંધ કરાવી દીધુ.

રોડનું કામ બંધ થઈ જતા તરવડા ગામે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર થઈને લોકો પાસે આજીજી કરતા નજરે ચડયા હતા, તરવડા ગામ 75 લાખના ખર્ચ આરસીસી રોડ મંજુર થયેલ છે.

આ આરસીસી રોડનુ કામ ચાલુ થઈ જતા સ્થાનિકમા પ્રાથમિક તબક્કે હાશકારો જોવા મળ્યો હતો. જોકે બાદમા ગેરરીતિઓ આચરવામા આવી રહી હોવાનુ માલુમ પડતા લોકો રોષે ભરાયા હતા.